વિચિત્ર ઘટના: આગ્રામાં બિલાડીની સંભાળ માટે 4 હોમગાર્ડ કરાયા તૈનાત, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
Image source: groke ai
Agra home guards reportedly assigned to guard a cat: ઉત્તરપ્રદેશના આગ્રામાં એક વિચિત્ર મેસેજ વાઇરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વાત એવી છે કે પોલીસ લાઈન પરિસરમાં એસપીએ બિલાડીનું ધ્યાન રાખવા માટે 4 હોમગાર્ડને ફરજ પર મુક્યા હતા. જ્યારે તેનો વીડિયો વાઇરલ થયો ત્યારે સોશિયલ મીડિયા પર તેની વિશે મીમ પણ વાઇરલ થઈ રહ્યા હતા.
કોન્સ્ટેબલે આપી હતી બિલાડીની જવાબદારી
આ ઘટના 30 જુલાઈની છે. જ્યારે હોમગાર્ડ પવન પારાશર, નિજામ ખાન, સત્યપાલ અને પીઆરડી જવાન એદલ સિંહની ડ્યુટી પોલીસ લાઈન પરિસરમાં પાર્ક થયેલી એક કારની સુરક્ષા માટે હતી. તેમની નાઈટ ડ્યુટી હતી, જ્યારે ચારે હોમગાર્ડ ફરજ પર પહોંચ્યા ત્યારે તેમના કોન્સ્ટેબલ યોગેશ કુમારે એક બિલાડી બતાવી, અને તેની સંભાળ રાખવાની સૂચના આપી. યોગેશ કુમારે ચારે હોમગાર્ડને એ પણ કહ્યું કે, આ બિલાડી ટ્રાફિક પોલીસના એસપીની છે, જેથી તેનું ધ્યાન વિશેષ ધ્યાન આપવામાં આવે. રાત્રે બિલાડીને દૂધ, રોટલી અને પાણી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. હોમગાર્ડને એ પણ કહેવામાં આવ્યું કે બિલાડીને ધ્યાન આપવામાં થોડી પણ ગડબડ થઈ તો કાર્યવાહી થશે.
વાત પહોંચી સોશિયલ મીડિયામાં
12 કલાકની ફરજ પૂર્ણ કર્યા પછી એક હોમગાર્ડે આ વાત તેમના ઓફિશિયલ ગ્રુપમાં શેર કરી. હોમગાર્ડે લખ્યું હતું કે, અમારી ફરજ બિલાડીને સંભાળવા લગાવવામાં આવી છે. બિલાડીને કઈ થઈ જાય તો અમારી વિરુદ્ધ કાર્યવાહી થશે. અમારી ભરતી શું બિલાડીનું ધ્યાન રાખવા કરવામાં આવી છે? આ મેસેજ સાથે ગાર્ડે ગ્રુપમાં એક બિલાડીના બચ્ચાનો ફોટો શેર કર્યો હતો. અમુક સમયમાં વાત વાઈરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર તેની મિમ બનવા લાગી. ઘણા યુઝર્સ ટ્રાફિક પોલીસને ટ્રોલ કરવા લાગ્યા.
આગ્રા ટ્રાફિક પોલીસની સ્પષ્ટતા
પોસ્ટ વાઇરલ થયા બાદ આગ્રા ટ્રાફિક પોલીસે સ્પષ્ટતા આપી હતી. ટ્રાફિક પોલીસે કહ્યું કે આ બિલાડી કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીની નથી. આ એક લાવારિસ બિલાડી છે. આગ્રા પોલીસને સૂચના અપાઈ હતી કે આ બિલાડી પર કોઈ જાનવર હુમલો ન કરે તે માટે નજર રાખવાની સૂચના અપાઈ હતી. હોમગાર્ડ લગાવેલા આરોપ ખોટા છે.