'તારક મહેતા' શૉનો સ્ટાર એક્ટર સલમાન ખાનના શૉમાં જોવા મળશે? ફેન્સ વચ્ચે ચર્ચા શરૂ
Bigg Boss 19: ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં સૌથી લોકપ્રિય અને વિવાદિત રિયાલિટી શો 'Bigg Boss 19'ની જાહેરાત થઈ ગઈ છે. આ સિઝનમાં ઘણા એવા કન્ટેસ્ટન્ટ પણ જોવા મળશે જે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યા છે. ત્યારે 'Bigg Boss' ના ચાહકો પણ એ જાણવા માટે ઉત્સાહિત છે કે, આ શોમાં કયા સ્ટાર જોવા મળશે. એક રિપોર્ટ પ્રમાણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ભૂતપૂર્વ કલાકાર પણ આ સિઝનમાં જોવા મળશે.
આ પણ વાંચો : સલમાન ખાને કરી 'બિગ બોસ 19'ની જાહેરાત, કહ્યું- 'અબકી બાર ચલેગી ઘરવાલો કી સરકાર'
Bigg Boss માં 'તારક મહેતા' ફેમ આ અભિનેતાની એન્ટ્રી
રિપોર્ટ પ્રમાણે 'Bigg Boss 19' માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોઢી તરીકે જાણીતા અભિનેતા ગુરુચરણ સિંહને પ્રથમ સ્પર્ધકોમાંથી એક તરીકે ફાઇનલ કરવામાં આવ્યા છે. જોકે ગુરુચરણ સિંહ દ્વારા આ અંગે કોઈ અપડેટ કે પુષ્ટી હજુ સુધી મળી નથી.
ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક દિવસોથી ગાયબ હતા
પ્રખ્યાત ગુરુચરણ સિંહ 22 એપ્રિલ 2025 થી ગાયબ હતો. તેના પરિવારજનોએ દિલ્હીમાં તેના ગુમ થવા અંગે એફઆઈઆર નોંધાવી હતી અને પોલીસે અપહરણનો કેસ નોંધી તેને શોધી રહી હતી. 16 મે 2025ના રોજ તે ઘરે પરત ફર્યો ત્યારે તેણે પોલીસને જણાવ્યું હતું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર ગયો હતો અને તે અમૃતસર અને લુધિયાણા જેવા અનેક શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયો હતો.