Get The App

ચૂંટણીમાં વોટ નહીં આપતા 20 વર્ષ અગાઉ કરી હતી હત્યા, હવે 6 આરોપીને જન્મટીપ

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
ચૂંટણીમાં વોટ નહીં આપતા 20 વર્ષ અગાઉ કરી હતી હત્યા, હવે 6 આરોપીને જન્મટીપ 1 - image


Image Source: Freepik

Agra Murder Case Accused Life Imprisonment: આગ્રાની એક કોર્ટે 2005ના એક એવા કેસમાં સજા સંભળાવી છે, જેને સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. 20 વર્ષ બાદ કોર્ટે 6 આરોપીઓને પોતાના પસંદગીના ઉમેદવારને વોટ આપવાનો ઈનકાર કરનાર વ્યક્તિની હત્યા કરવા બદલ જન્મટીપની સજા સંભળાવી છે. આરોપીઓની ઓળખ જીતેન્દ્ર સિંહ, બબલુ સિંહ, પવન સિંહ, સત્તુ સિંહ, ગિરરાજ સિંહ, ગોવિંદ સિંહ અને બલબીર સિંહ તરીકે થઈ છે અને મૃતકની ઓળખ ધરમપાલ તરીકે થઈ છે. કોર્ટે આ આરોપીઓને જન્મટીપની સજા અને એક લાખ 71 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બીજી તરફ ફરિયાદ પક્ષ વતી એડિશનલ ડિસ્ટ્રિક્ટ ગવર્નમેન્ટ એડવોકેટ રાધાકૃષ્ણ ગુપ્તાએ મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા.

ચૂંટણીમાં વોટ ન આપ્યો એટલે કરી હતી હત્યા

લાડમના નિવાસી વાદી ધરમવીર સિંહે 24 ઓગસ્ટ 2005ના રોજ માલપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, 'હથિયારોથી સજ્જ આરોપીઓએ મારા ભાઈ ધરમપાલની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હત્યા એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, ચૂંટણીમાં આરોપીઓના પસંદગીના ઉમેદવારને વોટ નહોતો આપ્યો. આરોપીઓએ મારા અને મારા ભાઈ પર ખૂબ દબાણ કર્યું હતું પરંતુ અમે તેમની વાત ન માની.'

આ પણ વાંચો: બાબા સિદ્દિકી હત્યાકાંડ: માસ્ટર માઈન્ડ ઝીશાન અખ્તરની કેનેડામાં ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ

ધરમપાલની ગોળી મારીને હત્યા

તપાસ દરમિયાન ધરમવીરે પોલીસને જણાવ્યું કે, 'ઘટનાની સાંજે આરોપીઓએ પહેલા બંને ભાઈઓ પર લાકડીઓથી હુમલો કર્યો અને પછી ધરમપાલને ગોળી મારી દીધી હતી. ધર્મપાલને તાત્કાલિક એસએન મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચાવી ન શકાયો.'

પોલીસે નોંધ્યો હતો કેસ

પોલીસે આ મામલે બીજા દિવસે IPCની કલમ 147, 148, 149 અને 302 હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસમાં પણ વોટ ન આપવાના કારણે કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે 30 ઓગસ્ટના રોજ કેસ નોંધ્યો અને બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી બબલુ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પોલીસે 16 સપ્ટેમ્બરના રોજ બાજરીના ખેતરમાંથી .315 બોરની દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ જપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન 6 સપ્ટેમ્બરના રોજ ત્રણ આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે પુરાવા એકઠા કર્યા અને 30 સપ્ટેમ્બર 2005ના રોજ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

Tags :