3 દિવસ ચાલેલી હાઈ-લેવલ મીટિંગ બાદ Metaને કેન્દ્રનું અલ્ટીમેટમ, નિયમોમાં સખ્તાઈ વધારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

meta algorithm change govt warning: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવતી કંપની 'મેટા' (Meta)ને કેન્દ્ર સરકારે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, તેને પોતાનું અલ્ગોરિધમ બદલવું પડશે. ડીપફેક વીડિયો અને ભ્રામક મેસેજ તાત્કાલિક હટાવવા પડશે અને તેના પર શું એક્શન લેવાયા તે પણ જણાવવું પડશે. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો ભારતમાં કામ કરવું હોય તો ભારતના નિયમો મુજબ જ ચાલવું પડશે.
PM મોદીના વીડિયો પર વિવાદ બાદ કડક વલણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો હટાવવાના મુદ્દે ઘેરાયેલી મેટા કંપનીને સરકારે તાત્કાલિક અલ્ગોરિધમ બદલવાના નિર્દેશ આપ્યા છે. સરકારે જણાવ્યું કે, ડીપફેક, મોર્ફ કરેલી તસવીરો,વીડિયો અને પ્રોપેગેન્ડા વાળા કન્ટેન્ટ પર લગામ લગાવવા માટે અલ્ગોરિધમ બદલવું અનિવાર્ય છે.
3 દિવસ સુધી ચાલી બેઠક: કેન્દ્ર સરકારના અધિકારીઓ અને મેટાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે 3 દિવસ સુધી ચાલેલી બેઠકમાં સરકારે મેટાને સિસ્ટમ અને કન્ટેન્ટ મોડરેશન મજબૂત કરવાનો આદેશ આપ્યો છે.
ડેટા લોકલાઈઝેશન અને ટેકનોલોજી: સરકારે મેટાને ડીપફેક પકડવા માટે ટેકનોલોજી સુધારવા અને ડેટા લોકલાઈઝેશનના નિયમોનું પાલન કરવા કડક સૂચનાઓ આપી છે.
મહત્વનું છે કે આ પહેલા બેઠક દરમિયાન માર્ક ઝુકરબર્ગે માફી માંગી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ ન દોહરાવવાની ખાતરી આપી હતી.









