Get The App

હાઈકોર્ટમાં શર્ટના ખુલ્લા બટન રાખી જજને ગુંડા કહેવું વકીલને ભારે પડી ગયું, 6 મહિનાની જેલ

Updated: Apr 11th, 2025

GS TEAM

Google News
Google News
હાઈકોર્ટમાં શર્ટના ખુલ્લા બટન રાખી જજને ગુંડા કહેવું વકીલને ભારે પડી ગયું, 6 મહિનાની જેલ 1 - image


Allahabad high court : હાઈકોર્ટની સુનાવણી દરમિયાન ન્યાયાધીશોનું અપમાન કરવું એડવોકેટ અશોક પાંડેને ભારે પડી ગયું. અલ્હાબાદ હાઇકોર્ટના વકીલને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.  આ સાથે દંડ પણ કરવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે પાંડેએ સુનાવણી દરમિયાન જજોને ગુંડા કહ્યું હતું. આ ઉપરાંત કોર્ટે તેમના પહેરવેશ પર પણ સવાલ ઉઠાવ્યા હતા, જેથી પાંડે ગુસ્સે થયા હતા.

આ પણ વાંચો: હિન્દુ પ્રતિકો અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવું મંત્રીને ભારે પડ્યું, પાર્ટીએ કરી કાર્યવાહી

કોર્ટમાં શર્ટના બટન ખુલ્લા રાખીને ગયા હતા વકીલ 

હકીકતમાં આ નિર્ણય 18 ઓગસ્ટ 2021ના રોજ એક સુનાવણી સાથે જોડાયેલો છે. ત્યારે જસ્ટિસ ઋતુરાજ અવસ્થી અને દિનેશકુમાર સિંહની બેન્ચ સમક્ષ પાંડે હાજર થયા હતા. હાઈકોર્ટે કહ્યું કે, ત્યારે પાંડે અવ્યવસ્થિત કપડાં પહેરીને આવ્યા હતા અને તેમના શર્ટના બટન ખુલ્લા હતા. જેથી બેન્ચે પાંડેને કપડાં બરોબર પહેરવાની સલાહ આપી હતી, ત્યારે તેમણે ના પાડી દીધી. આ સાથે તેમણે કોર્ટને 'સભ્ય પોશાક'નો અર્થ પૂછ્યો હતો. 

આ પણ વાંચો: તહવ્વુર રાણા જ નહીં, બે અંડરવર્લ્ડ ડોનને વિદેશથી ભારત લવાયા હતા, હાલ ત્રણેય ભારતની જેલમાં બંધ

જજ સાથે ગુંડાઓની જેમ વર્તન કરવાનો આરોપ

મળતી માહિતી પ્રમાણે વકીલે કોર્ટમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને કોર્ટની કાર્યવાહીમાં પણ ખલેલ પહોંચાડી હતી. તેમણે વકીલો સહિત અન્ય લોકોની હાજરીમાં જજો સાથે ગુંડાઓની જેમ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે હાઈકોર્ટે કહ્યું કે, ત્યારે એ બેન્ચે પણ પાંડેને માફી માંગવાનો મોકો આપ્યો હતો, પરંતુ તેમને તેમની ભૂલનો કોઈ પસ્તાવો ન હતો. એ પછી તેમના વિરુદ્ધ અવમાનનાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

Tags :