Get The App

હિન્દુ પ્રતિકો અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવું મંત્રીને ભારે પડ્યું, પાર્ટીએ કરી કાર્યવાહી

Updated: Apr 11th, 2025

GS TEAM

Google News
Google News
હિન્દુ પ્રતિકો અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવું મંત્રીને ભારે પડ્યું, પાર્ટીએ કરી કાર્યવાહી 1 - image


Tamil Nadu News : તમિલનાડુના વન મંત્રી અને ડીએમકેના સીનિયર નેતા કે.પોનમુડીને હિન્દુ પ્રતિકો અને મહિલાઓ પર ગંદી મજાક કરવી ભારે પડી છે. પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરી મહાસચિવ પદેથી હાકી કાઢ્યા છે. પોનમુડીએ એક જાહેર સમારોહમાં હિન્દુ ધાર્મિક પ્રતિકો અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેણે હિન્દુ તિલક પર કોમેન્ટ કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચારેકોર તેમની ટીકા થઈ રહી છે. પાર્ટીના સાંસદ કનિમોઝીએ પણ પોનમુડીના નિવેદનથી વાંધો ઉઠાવ્યો છે.

પોનમુડી પર પાર્ટીના નેતા ભડક્યા

DMK સાંસદ કનિમોઝી (Kanimozhi)એ સોશિયલ મીડિયા પર આક્રોષ સાથે પોસ્ટ કરીને કહ્યું છે કે, ‘મંત્રી પોનમુડીએ તાજેતરમાં કરેલું ભાષણ અયોગ્ય છે. તેમના અપમાનજનક ભાષણની નિંદા કરવી જોઈએ.’ પોનમુડીએ હિન્દુ ધાર્મિક પ્રતિકો શૈવ અને વૈષ્ણવને અપમાનજનક સંદર્ભમાં જોડ્યા હતા.

આ પણ વાંચો : તહવ્વુર રાણા જ નહીં, બે અંડરવર્લ્ડ ડોનને વિદેશથી ભારત લવાયા હતા, હાલ ત્રણેય ભારતની જેલમાં બંધ

ભાજપે DMK મંત્રી પર સાધ્યું નિશાન

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આ મુદ્દે મુખ્યમંત્રી સ્ટાલિન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘DMK, કોંગ્રેસ, TMC, RJD સહિત INDIA ગઠબંધનના સાથી પક્ષો વિચારધારા માટે નહીં, પરંતુ હિન્દુ માન્યતાઓનું અપમાન કરવા માટે એક થયા છે.’ તમિલનાડુ ભાજપના પૂર્વ અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું કે, માત્ર પોનમુડી જ નહીં, ડીએમકેનું આખુ તંત્ર અશ્લીલ, અપશબ્દો બોલનારું અને અસભ્ય છે. આવા લોકોનું નેતૃત્વ કરી રહેલા મુખ્યમંત્રીને શરમ રાખી પોતાનું માથું ઝુકાવવું જોઈએ.

અગાઉ પોનમુડીએ હિન્દી ભાષીઓ પર નિશાન સાધ્યું હતું

પોનમુડીને હિન્દી ભાષીઓથી વાંધો હોય તેમ અગાઉ પણ આવા વિવાદો કરતા રહ્યા છે. પોનમુડી અગાઉ શિક્ષણ મંત્રી હતા, ત્યારે તેમણે મે-2022માં કોયમ્બતુરની એક યુનિવર્સિટીમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં હિન્દી ભાષા બોલનારાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે હિન્દી શીખનારાઓને નોકરી મળવાની સંભાવના પર સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, 'હીન્દી બોલનારા તો અમારે ત્યાં પાણીપુરી વેચે છે.' ત્યારબાદ તેણે સપ્ટેમ્બર-2022માં પણ સરકારી બસોમાં મહિલાઓને મફત પ્રવાસ મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો : ભાજપે તમિલનાડુમાં ચૂંટણી જીતવા કમર કસી, AIADMK સાથે ગઠબંધનની જાહેરાત

Tags :