Get The App

‘...તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
‘...તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી 1 - image


West Bengal Political News : તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ ગુરુવારે (28 ઓગસ્ટ 2025) ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાનો ઉપયોગ કરીને લોકોને સરકાર પસંદ કરવા દેવાને બદલે મતદારોની પસંદગી કરી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો કોઈ માન્ય મતદારનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.

બંગાળના મતદાન અધિકારો છીનવી લેવાનો આરોપ

પાર્ટીની વિદ્યાર્થી પાંખની રેલીને સંબોધતા અભિષેક બેનર્જીએ કહ્યું કે, ‘પહેલાં મતદારો સરકારની પસંદગી કરતા હતા, પરંતુ હવે ભાજપ લોકશાહી વિરોધી SIR પ્રક્રિયા દ્વારા મતદારોની પસંદગી કરી રહ્યું છે.’ તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ 2026ની વિધાનસભા ચૂંટણી પહેલાં બંગાળીઓનો મતદાન અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંગાળના લોકો ભાજપને જડબાતોડ જવાબ આપશે.

આ પણ વાંચો : VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા

2026ની ચૂંટણીમાં મોટો જનાદેશ મળશે

અભિષેકે દાવો કર્યો કે, ભાજપ લોકશાહી રીતે બંગાળ જીતી શકતું નથી, તેથી તેઓ મતદાર યાદીમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ખાતરી આપી કે 2026ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને 2021 કરતાં પણ મોટો જનાદેશ મળશે. તેમણે કહ્યું કે, ‘ભાજપ, કેન્દ્રીય એજન્સીઓ અને ન્યાયતંત્રનો એક વર્ગ TMC વિરુદ્ધ છે, પરંતુ 10 કરોડ બંગાળીઓ તેમની સાથે છે.

આ પણ વાંચો : મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ

Tags :