India

માતાના પ્રેમીથી દીકરીને પણ લવ, જબરદસ્તી લગ્ન કરાવ્યા તો રાજા રઘુવંશીની જેમ સોપારી આપીને પતિની કરાવી હત્યા

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
મેઘાલયના રાજા રઘુવંશી હત્યા કેસ જેવી જ એક ઘટના આંધ્ર પ્રદેશમાં સામે આવી છે. જેમાં આંધ્ર પ્રદેશની નહેરમાંથી એક શખ્સનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આદરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, શખ્સની હત્યા તેની પત્ની અને પત્ની પ્રેમીએ સાથે મળીને કરી હતી. સમગ્ર મામલે પોલીસે મૃતક તેજેશ્વરની પત્ની એશ્વર્યા, તેના પ્રેમી તિરુમલ રાવ સહિતના લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માતાના પ્રેમીથી દીકરીને પણ લવ, જબરદસ્તી લગ્ન કરાવ્યા તો રાજા રઘુવંશીની જેમ સોપારી આપીને પતિની કરાવી હત્યા

Andhra Pradesh News : મેઘાલયના રાજા રઘુવંશી હત્યા કેસ જેવી જ એક ઘટના આંધ્ર પ્રદેશમાં સામે આવી છે. જેમાં આંધ્ર પ્રદેશની નહેરમાંથી એક શખ્સનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આદરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, શખ્સની હત્યા તેની પત્ની અને પત્ની પ્રેમીએ સાથે મળીને કરી હતી. સમગ્ર મામલે પોલીસે મૃતક તેજેશ્વરની પત્ની એશ્વર્યા, તેના પ્રેમી તિરુમલ રાવ સહિતના લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પત્નીએ પતિની હત્યા કરવા માટે માણસો રાખ્યા

આંધ્ર પ્રદેશની કુરનૂલની રહેવાસી 23 વર્ષીય એશ્વર્યાએ તેલંગાણાના ગડવાલના રહેવાસી 26 વર્ષીય તેજેશ્વર 18 મેના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન થયાના એક મહિનામાં જ તેજેશ્વર ગાયબ થઈ ગયો હતો. જોકે, તેજેશ્વરના પરિવારે એશ્વર્યા અને તેની માતા વિરુદ્ધ આરોપ લગાવ્યો હતો. જેને લઈને પોલીસે બંનેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું  હતું કે, પત્ની એશ્વર્યાએ તેના પ્રેમી તિરુમલ સાથે મળીને પતિ તેજેશ્વરની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં એશ્વર્યાએ પતિની હત્યા કરવા માટે ત્રણ લોકોને હાયર કર્યા હતા. જેના માટે આરોપીને 2 લાખ રૂપિયા પણ એડવાન્સ આપ્યા હતા. 


પ્રેમીનું માતા-દીકરી સાથે પણ ચક્કર

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એશ્વર્યા અને રાવ સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપી તિરુમલનું પ્રેમિકા એશ્વર્યાની સાથે-સાથે તેની માતા સાથે પણ અફેર હતુ. તિરુમલ જે બેંકમાં મેનેજર હતો ત્યા એશ્વર્યાની માતા પણ કામ કરતી હતી. જોકે જ્યારે માતાની જગ્યાએ જ્યારે એશ્વર્યા બેંકમાં કામે લાગી ત્યારે તિરુમલના તેની સાથે સંબંધો વધ્યા હતા અને પ્રેમ થયો હતો. જ્યારે માતાને આની જાણ થતાં દીકરીને સંબંધ રાખવાની ના પાડી હતી અને તેજેશ્વર સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું હતું. 

આ પણ વાંચો: હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં મોટી દુર્ઘટના, ઘોડાપૂર આવતાં 20 શ્રમિકો તણાયા, તમામના મોતની આશંકા

પોલીસને કઈ રીતે જાણ થઈ?

તેજેશ્વર અને એશ્વર્યાના લગ્ન 13 ફેબ્રુઆરીના રોજ નક્કી થયા હતા. જ્યારે 18 મેના રોજ બંનેના લગ્ન થયા હતા. જ્યારે લગ્ન બાદ 18 જૂનના રોજ પરિવારે તેજેશ્વરના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસને સીસીટીવી તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ તેજેશ્વરને કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ દરમિયાન તેને ગળા અને પેટના ભાગે ચાકુ મારીને હત્યાની નીપજાવવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પત્નીના પ્રેમી તિરુમલને ફોન કરીને તેજેશ્વરનો મૃતદેહ બતાવ્યો હતો અને પછી કેનાલમાં નાખીને જતા રહ્યા હતા.