સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે
Manipur Violence: નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) એ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈ અને અન્ય પાંચ ન્યાયાધીશોનું એક પ્રતિનિધિમંડળ 22 માર્ચે જાતીય હિંસાથી પ્રભાવિત મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેશે.
રાહત શિબિરોની લેશે મુલાકાત
NALSAએ કહ્યું કે, જસ્ટિસ ગવઈ જેઓ NALSAના કાર્યકારી અધ્યક્ષ પણ છે તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, વિક્રમ નાથ, એમએમ સુંદ્રેશ, કેવી વિશ્વનાથન અને એન. કોટીસ્વર સિંહ સાથે મણિપુર હાઈકોર્ટના દ્વિવાર્ષિક સમારોહના અવસર પર રાહત શિબિરોની મુલાકાત લેશે.
50,000થી વધુ લોકો થયા વિસ્થાપિત
નાલસાએ 17 માર્ચે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે, '3 મે, 2023ના રોજ ચાલુ થયેલી વિનાશક સાંપ્રદાયિક હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા અને 50,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા અને ઘણા લોકો મણિપુરમાં રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે.'
જરૂરી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવશે
નિવેદનમાં આગળ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મુલાકાત એ અસરગ્રસ્ત સમુદાયોને કાનૂની અને માનવતાવાદી સહાયની સતત જરૂરિયાત પર ભાર મૂકે છે.' NALSAએ કહ્યું કે, 'આ મુલાકાત દરમિયાન ન્યાયાધીશ ગવઈ ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ અને ઉખરુલ જિલ્લામાં નવા કાનૂની સહાય ક્લિનિક ઉપરાંત રાજ્યભરમાં કાનૂની સેવા શિબિરો અને તબીબી શિબિરોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ (આઈડીપી) ને આવશ્યક રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.'
કોંગ્રેસે આ નિર્ણયનું કર્યું સ્વાગત
કોંગ્રેસે મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેવાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના સંચાર મહાસચિવ જયરામ રમેશે સુપ્રીમ કોર્ટના ઓગસ્ટ 2023ના ચુકાદાને યાદ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, 'ઉત્તરપૂર્વીય રાજ્યમાં બંધારણીય તંત્ર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે.'
આ પણ વાંચો: પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન, જુઓ રોમાંચક લેન્ડિંગનો VIDEO
જયરામ રમેશે સરકારની ટીકા કરી
સરકારની ટીકા કરતા જયરામ રમેશે મણિપુર પર મોદીના 'મૌન' પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, 'તેઓ દુનિયાભરમાં ફરે છે, આસામ જાય છે, અન્ય સ્થળોએ જાય છે, પરંતુ મણિપુરની મુલાકાત નથી લેતા, જ્યારે રાજ્યના લોકો તેમની મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.