Get The App

પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન, જુઓ રોમાંચક લેન્ડિંગનો VIDEO

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન, જુઓ રોમાંચક લેન્ડિંગનો VIDEO 1 - image


Sunita Williams Return: નાસાની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે પૃથ્વી પર ઘરવાપસી કરી. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો. 



અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઈને કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ દ્વારા ઉપાડવામાં આવ્યું.  ત્યારબાદ હેચ ખોલીને ચારેય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. ક્રૂ-9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. ત્યારપછી, રોસકોસ્મોસ અંતરીક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા.



ત્યારપછી સુનિતા વિલિયમ્સને બહાર કાઢવામાં આવ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં સુનિતાએ મારો હાથ લહેરાવ્યો અને સ્મિત કર્યું. તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો. બુચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અંતરિક્ષયાત્રી હતા. તમામ લોકો ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. 

  

Tags :