India

શિખરજીની યાત્રાએથી પરત ફરતા ગુજરાતી જૈન યાત્રીઓનો ઝારખંડમાં અકસ્માત, દંપત્તીનું મોત અને 12 થી વધારે ઘાયલ

By GS Team
23 Nov 20262 mins read
TukuTouch Logo
ઝારખંડના ગિરિડીહમાં શિખરજી યાત્રા પૂર્ણ કરી પરત ફરતી ગુજરાતના યાત્રીઓની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. રાત્રે 10 વાગ્યે બસ ખાડામાં ખાબકીને ઝાડ સાથે અથડાતાં 2 યાત્રીઓના મોત થયા હતા, જ્યારે 12થી વધુ ઘાયલ થયા હતા. ઘાયલોને હઝારીબાગની હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિખરજીની યાત્રાએથી પરત ફરતા ગુજરાતી જૈન યાત્રીઓનો ઝારખંડમાં અકસ્માત, દંપત્તીનું મોત અને 12 થી વધારે ઘાયલ

Gujarat Shikharji Pilgrims Bus Accident : ગુજરાતના સુરતથી શિખરજીની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓને ઝારખંડના ગિરિડીહમાં અકસ્માત નડ્યો છે. યાત્રીઓના બસ કાફલામાં સામેલ એક બસ રાત્રે આશરે 10 વાગ્યે અસંતુલિત થઈને રસ્તા પરથી ખાડામાં ખાબકી હતી અને ઝાડ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સૌથી આગળ બેઠેલા એક દંપતીનું મોત થયું છે, જ્યારે 12થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે. ઘાયલોને વધુ સારી સારવાર માટે હઝારીબાગ અને ધનબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સુરતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિખરજીની યાત્રા માટે ગયા હતા. યાત્રા પૂર્ણ કર્યા બાદ તમામ યાત્રીઓને ટાટા રેલવે સ્ટેશન પહોંચવાનું હતું. આ દરમિયાન બસ કાફલામાંથી એક બસ ગિરિડીહ વિસ્તારમાં અસંતુલિત થઈને ખાડામાં ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હતી. બસમાં સૌથી આગળ બેઠેલા દંપતીને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું.

સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા રાહત-બચાવ કામગીરી

અકસમાતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બંનેએ મળીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બસમાં ફસાયેલા અને ઘાયલ થયેલા યાત્રીઓને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ગિરિડીહના SDPO આબિદ ખાને જણાવ્યું હતું કે તેમને રાત્રે આશરે 10 વાગ્યે અકસ્માતની જાણ થઈ હતી. તેમના જણાવ્યા અનુસાર, બસમાં સવાર યાત્રીઓ ગુજરાતથી આવ્યા હતા અને ટાટા રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ અસંતુલિત થઈને ખાડામાં પડી ગઈ હતી.

બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત

અકસમાતની ગંભીરતા એટલી હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારી સારવાર માટે હઝારીબાગ અને ધનબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસનો ડ્રાઇવર સુરક્ષિત હોવાનું SDPOએ જણાવ્યું હતું. ગુજરાતના સુરતથી શિખરજીની યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે તેમના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતના કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

અકસ્માતમાં બસનો આગળનો ભાગ તૂટી ગયો

બસ ઝાડ સાથે અથડાતાં તેનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે બસને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ગુજરાતથી શિખરજીની યાત્રાએ ગયેલા યાત્રીઓ સાથે બનેલી આ દુર્ઘટનાને પગલે તેમના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે અને અકસ્માત અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.