India

ઉત્તરાખંડમાં મોતનું તાંડવ: 2 દિવસમાં 2 ભયાનક અકસ્માત, ખીણ અને નદીમાં ખાબક્યા વાહનો, 12ના મોત

By GS Team
17 Nov 20262 mins read
TukuTouch Logo
ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસમાં 2 ગમખ્વાર માર્ગ અકસ્માતો સર્જાયા છે, જેમાં કુલ 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. રુદ્રપ્રયાગમાં બોલેરો ખીણમાં ખાબકતા 4ના મોત થયા હતા, જ્યારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર બસ પુલ પરથી પાણીમાં પડતા 8ના મોત થયા છે. બંને ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ થયા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરાખંડમાં મોતનું તાંડવ: 2 દિવસમાં 2 ભયાનક અકસ્માત, ખીણ અને નદીમાં ખાબક્યા વાહનો, 12ના મોત

Uttarakhand Road Accidents: ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસમાં થયેલા બે મોટા માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી છે. આ બંને દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સોમવારે રુદ્રપ્રયાગમાં બોલેરો વાહન ખીણમાં પડવાથી 4 લોકોના મોત થયા હતા, જ્યારે મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર એક બસ પુલ પરથી નીચે પાણીમાં પડી જતાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. એમ 2 દિવસમાં 2 ભયાનક અકસ્માતમાં કુલ 12ના મોત થયા છે.

રુદ્રપ્રયાગમાં બોલેરો વાહન ખીણમાં પડતા 4 લોકોના મોત

રુદ્રપ્રયાગ જિલ્લાના બાંસવાડા-કંડાડા મોટર માર્ગ પર સોમવાર મોડી સાંજે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક બોલેરો વાહન અનિયંત્રિત થઈને રસ્તાથી આશરે 500 મીટર નીચે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માત સમયે વાહનમાં કુલ 10 લોકો સવાર હતા, જેઓ એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અંધારા અને પડકારજનક સ્થિતિ વચ્ચે રાત્રે ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન

અકસ્માતની માહિતી મળતા જ જિલ્લા આપત્તિ નિયંત્રણ રૂમ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી અને DDRF, SDRF તથા સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે ભારે અંધારું અને ઊભી ખડકો હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં જવાનોએ રાત્રે મોડા સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ રાખીને સ્ટ્રેચરની મદદથી તમામ 6 ઘાયલોને સુરક્ષિત બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર બસ પુલ પરથી પાણીમાં પડી

સોમવારની ઘટના બાદ મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર પાસે વધુ એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં મુસાફરોથી ભરેલી એક બસ બેકાબૂ બનીને પુલ પરથી આશરે 100 મીટર નીચે પાણીમાં ખાબકી હતી. આ બસમાં અંદાજે 30થી 35 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં કુલ 8 લોકોના મોત થયા છે, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા જ્યારે એક વ્યક્તિએ એઈમ્સ (AIIMS)માં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ અકસ્માતમાં 18 લોકો ઘાયલ થયા છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ

બીજી તરફ ઘટનાની જાણ થતાં જ SDRF પોસ્ટ વ્યાસી અને ઢાલવાલાની ટીમો તાત્કાલિક કામે લાગી ગઈ હતી. SDRFના કમાન્ડન્ટના આદેશ અનુસાર બચાવ કામગીરીને વેગ આપવા માટે વધારાની ટીમો પણ મોકલવામાં આવી છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો તૈનાત છે અને તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.