રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતાનો પોતાના જ પક્ષથી મોહભંગ, અધ્યક્ષને પત્ર લખી રાજીનામું મોકલ્યું!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Congress Leader Vishvendra Singh Resigns: રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક ખેંચાણ અને નારાજગીને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભરતપુરના દિગ્ગજ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી વિશ્વવેન્દ્ર સિંહએ પાર્ટી અધ્યક્ષને પત્ર લખીને કોંગ્રેસમાંથી અલગ થવાની જાહેરાત કરી છે.
વિશ્વવેન્દ્ર સિંહની કોંગ્રેસથી નારાજગી અને પત્ર
રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિશ્વવેન્દ્ર સિંહે પાર્ટી હાઈકમાન્ડને પત્ર મોકલીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, 'હું પાર્ટીની ખોટી રીતિ-નીતિ સાથે સહમત નહીં થઈ શકું. મને પાર્ટીની અંદર ચાપલૂસીની પરંપરા, કેટલાક નેતાઓની નિવેદનબાજી અને મારી નિષ્ઠા, ઈમાનદારી તથા કર્તવ્યપરાયણતા પર સવાલો ઉઠાવવા સામે આપત્તિ છે.'

સ્થાનિક ચૂંટણીમાં હાર પર સવાલ
આ અગાઉ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં ભરતપુર અને ડીગ ખાતે કોંગ્રેસની હાર થવા પાછળ પણ વિશ્વવેન્દ્ર સિંહે સંગઠનની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આક્ષેપ કર્યો હતો કે જિલ્લાના પ્રમુખોએ પોતાના અંગત પસંદગીના લોકોને જ ટિકિટો ફાળવી અને પક્ષના વફાદાર તથા જૂના કાર્યકર્તાઓની ઉપેક્ષા કરી, જેના પરિણામે પાર્ટીએ ચૂંટણીમાં મોટું નુકસાન સહન કરવું પડ્યું. તેમણે ખાસ કરીને મુખ્યમંત્રીના ગૃહ જિલ્લામાં જ કોંગ્રેસની નબળી સ્થિતિ માટે સંગઠનની નબળી ભૂમિકાને જવાબદાર ગણાવી હતી.
કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવાનો નિર્ણય
પોતાના પત્રમાં વિશ્વવેન્દ્ર સિંહે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, 'મેં જીવનભર મારા માન, સન્માન અને સ્વાભિમાન સાથે રાજનીતિ કરી છે અને ક્યારેય સિદ્ધાંતો સાથે નમતું જોખીને સ્થિતિ સ્વીકારી નથી. જો સાચું બોલવું અને જૂઠ કે ખોટી રીતિ સામે અવાજ ઉઠાવવો ગુનો હોય, તો હું આ કામ આગળ પણ કરતો રહીશ. મારા પૂર્વજોના આદર્શોને અનુસરીને મેં કોંગ્રેસને અલવિદા કહેવાનું યોગ્ય માન્યું છે.'
રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય હલચલ તેજ
વિશ્વવેન્દ્ર સિંહ જેવા દિગ્ગજ નેતાના આ પગલાથી રાજસ્થાન કોંગ્રેસની આંતરિક રાજનીતિમાં ભારે ગરમાવો આવી ગયો છે અને રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. જોકે, પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી હાલમાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આ ઘટનાક્રમથી પાર્ટીની અંદર ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ખુલીને સામે આવી ગયો છે.




