India

ભોપાલમાં માતા-પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પરિવારના મોભીએ ટ્રેન સામે પડતું મૂક્યું

By GS Team
2 Nov 20261 min read
TukuTouch Logo
ભોપાલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નરેન્દ્ર સાહૂ (35) નામના વ્યક્તિએ તેની માતા સરસ્વતી (50), પત્ની સોમલતા (29), પુત્રી કૃતિ (10) અને પુત્ર ખુશ (6) ની હત્યા કરી હતી. આ ભયાનક કૃત્ય બાદ, તેણે સુખી સેવનિયા વિસ્તારમાં રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભોપાલમાં માતા-પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પરિવારના મોભીએ ટ્રેન સામે પડતું મૂક્યું

BHOPAL 5 Died News : મધ્યપ્રદેશના ભોપાલની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પરિવારના જ ચાર સભ્યોની હત્યા કર્યા બાદ પરિવારના મોભીએ ખુદ આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘરમાંથી 4 સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા.

જ્યારે પરિવારનો મોભી એટલે કે નરેન્દ્ર સાહૂનો મૃતદેહ સુખી સેવનિયા વિસ્તારના ચોપરા કલાં સ્થિત રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે નરેન્દ્ર સાહૂ (35) એ તેના બે બાળકો, પોતાની પત્ની અને વૃદ્ધ માતાની હત્યા કર્યા બાદ ટ્રેન સામે પડતું મૂક્યું હતું. મૃતકોની ઓળખ નરેન્દ્ર સાહૂની માતા સરસ્વતી સાહૂ (50), પત્ની સોમલતા સાહૂ (29), દીકરી કૃતિ સાહૂ (10) અને દીકરો ખુશ સાહૂ
(6) તરીકે થઇ હતી.