India

મધ્ય પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, દારૂ લઈ જતી ટ્રકે પોલીસ અધિકારીને કચડ્યાં, ડ્રાઈવર ફરાર

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશના દેવાસમાં દારૂ તસ્કરી રોકવા ગયેલા ખાતેગાંવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ કુમાર પૂરીનું ટ્રકની અડફેટે મોત થયું છે. રવિવારે મોડી રાત્રે ઇન્દોર-બૈતૂલ હાઇવે પર ગેરકાયદેસર દારૂની હેરાફેરીની બાતમી મળતા તેઓ ટીમ સાથે ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે ટ્રક ચાલકે રોકવાને બદલે સ્પીડ વધારી દેતા પાછળનું પૈડું પોલીસ અધિકારી પર ફરી વળ્યું. ગંભીર રીતે ઘાયલ દિલીપ કુમારને હોસ્પિટલ ખસેડાયા, પણ બચાવી શકાયા નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, દારૂ લઈ જતી ટ્રકે પોલીસ અધિકારીને કચડ્યાં, ડ્રાઈવર ફરાર

Dewas police station in charge killed: મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની તસ્કરી રોકવા ગયેલા ખાતેગાંવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ કુમાર પૂરીનું મોત થયું છે. રવિવારે મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે ગેરકાયદે દારૂની હેરાફેરી થવાની બાતમી મળ્યા બાદ તેઓ પોતાની ટીમ સાથે ઇન્દોર-બૈતૂલ હાઇવે પર ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન દારૂથી ભરેલા એક ટ્રક ચાલકે ટ્રક રોકવાને બદલે સ્પીડ વધારી દીધી હતી, જેના કારણે વાહનની પાછળનું પૈડું પોલીસ અધિકારી પર ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા પોલીસ અધિકારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

ડિવાઇડર પર ટ્રક ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો

મળતી માહિતી મુજબ, ખાતેગાંવના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દિલીપ કુમાર પૂરીને વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની તસ્કરીની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તેઓ પોલીસ ટીમ સાથે હાઇવે પર વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક ટ્રકને અટકાવી અને ડ્રાઇવરને નીચે ઊતરવા કહ્યું હતું. જોકે, ડ્રાઇવરે નીચે ઊતરવાના બદલે ટ્રકને ડિવાઇડર પર ચડાવીને આગળ વધારવાની કોશિશ કરી હતી. આ દરમિયાન જ વાહનનું પાછળનું ટાયર દિલીપ કુમાર પૂરી પર ફરી વળતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સીપીઆર આપવા છતાં જીવ ન બચાવી શકાયો

ઘટના બનતા જ સાથે રહેલા પોલીસકર્મીઓ તેમને તાત્કાલિક ખાતેગાંવની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તબીબોએ તેમને બચાવવા માટે લાંબા સમય સુધી CPR આપ્યો હતો, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આરોપી ચાલક વાહનને સંદલપુરમાં છોડીને નાસી છૂટ્યો હતો અને પોલીસ હાલ તેની શોધખોળ કરી રહી છે.