11000 વૉલ્ટનો કરંટ લાગતા 8 શ્રમિકોના મોત, રાજસ્થાનના ઝુંઝુનુમાં રોડ નિર્માણ કાર્ય વખતે કરુણાંતિકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajasthan 8 labour died News : રાજસ્થાનથી એક હચમચાવી મૂકે તેવા અહેવાલ સામે આવ્યા છે. અહીં ઝુંઝુનુ જિલ્લામાં રોડનિર્માણના કાર્ય વખતે એક મશીન હાઈ વૉલ્ટેજ લાઈનના સંપર્કમાં આવી જતાં 8 શ્રમિકો મોતને ભેટી ગયા. માહિતી અનુસાર 5 શ્રમિકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવી દીધા હતા જ્યારે અન્ય ત્રણની હાલત ગંભીર હતી. જેમની સારવાર દરમિયાન મૃત્યુ થયાની પુષ્ટી થઈ હતી.
આ ઘટના બાદથી વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો અને માહોલ પણ ગમગીન થઈ ગયો હતો. ઘટના વાયુવેગે ફેલાતા જ ગામના લોકો એકઠા થઇ ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના છાપોલી વિસ્તારના કદમ કુંડ તરફ જતા રોડ પર બની હતી. રોડ પર કપચી પાથરતું મશીન અચાનક જ 11000 વૉલ્ટની વીજલાઈનને અડી ગયું હતું જેના લીધે કરંટ ફેલાઈ ગયો હતો અને શ્રમિકો એની લપેટમાં આવી ગયા હતા.
આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે કોઈને બચવાનો મોકો જ ના મળ્યો અને ઘટનાસ્થળે એક સાથે આટલી લાશો જોઈને કરુણ દૃશ્યો સર્જાયા હતા. હાલ આ મામલે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.




