Get The App

COVID19: છેલ્લા 24 કલાકમાં દેશમાં 28નાં મોત, 704 નવા કેસ, 4281 પોઝિટિવ કેસ

Updated: Apr 6th, 2020

GS TEAM

Google News
Google News
COVID19: છેલ્લા 24 કલાકમાં દેશમાં 28નાં મોત, 704 નવા કેસ, 4281 પોઝિટિવ કેસ 1 - image

નવી દિલ્હી, 6 એપ્રિલ 2020 સોમવાર

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 4281 પહોંચી ગઇ છે, જ્યારે 703 કેસ બહાર આવ્યા છે, અત્યાર સુંધીમાં 291 લોકો સાજા થઇ ચુક્યા છે, અત્યાર સુંધીમાં 111 લોકોનાં મોત થયા છે.

આરોગ્ય મંત્રાલયએ સાંજે જારી કરેલી રિપોર્ટમાં કોરોના વાયરસનાં પ્રકોપથી દેશનાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઇ ચુક્યો છે,અત્યાર સુંધીમાં  4281 (3851 એક્ટીવ કેસ) કેસ હોવાની પુષ્ટી થઇ છે, જેમાંથી 65 વિદેશી દર્દીઓનો પણ સમાવેશ થાય છે.

કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બનેલા 318 લોકો સાજા પણ થયા છે, મંત્રાલયનાં જણાવ્યા મુંજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 704 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે 28 દર્દીઓનું આ વાયરસનાં કારણે મોત પણ નિપજ્યું છે.

આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દેશમાં અત્યાર સુંધીમાં સામે આવેલા કોરોના સંક્રમણનાં 4281 કેસમાંથી 1445 તબલિગી જમાત સાથે સંબંધિત છે.

તેમણે કહ્યું કે કેસમાં 76 ટકા પુરૂષો છે, તો 24 ટકા મહિલાઓ છે, અત્યાર સુંધીમાં માર્યા ગયેલા લોકોમાં 73 ટકા મૃતકો પુરૂષો છે, જ્યારે મૃતકોમાં 27 ટકા મહિલાઓ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે વયનાં હિસાબે જોવા જઇએ તો 47 ટકા દર્દીઓ 40થી ઓછી છે, 34 ટકા દર્દીઓ 40થી 60 વર્ષનાં છે, 19 ટકા દર્દીઓ 60 વર્ષથી વધું ઉંમરનાં છે, 63 ટકા મોત 60 વર્ષથી વધું વયનાં થયા છે, 30 ટકા મૃતકો 40થી 60 વર્ષની વયનાં છે, મૃત્યું પામનારા દર્દીઓમાંથી 7 ટકા 40 વર્ષથી ઓછી ઉંમરનાં છે.

કોરોનાથી મહારાષ્ટ્રમાં સૌથી વધું 690 લોકો ચેપગ્રસ્ત પણ થયા છે, તથા 45 લોકોનું મોત થયું છે, બીજા સ્થાને તમિલનાડું છે,જ્યાં 571 લોકો પિડિત છે, અને 5નાં મોત થયા છે.

દિલ્હીમાં સૌથી વધું 503 લોકો ચેપગ્રસ્ત બન્યા છે, અને 7 લોકોનાં મોત થયા છે, તેલંગાણામાં અત્યાર સુંધીમાં 7 લોકોનાં મોત થયા છે, કેરળમાં 314 લોકો ચેપગ્રસ્ત અને 2નાં મોત થયા છે.