Get The App

જયપુરમાં અચાનક 4 માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના કરુણ મોત, 7 લોકો દટાયા

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
જયપુરમાં અચાનક 4 માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીના કરુણ મોત, 7 લોકો દટાયા 1 - image


Jaipur House Collapse: રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં સુભાષ ચોક સર્કલ નજીક રામકુમાર ધવઈની ગલીમાં અચાનક એક ચાર માળનું મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે, આખું મકાન થોડી જ ક્ષણોમાં કાટમાળમાં ફેરવાઈ ગયું. 

દુર્ઘટનામાં પિતા-દીકરીના કરુણ મોત

આ દુર્ઘટનામાં પિતા અને દીકરીનું મોત થઈ ગયુ છે, જ્યારે બીજી તરફ 7 લોકો કાટમાળમાં દટાયા હતા. તેમાંથી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકની ઓળખ 33 વર્ષીય પ્રભાત અને તેની 6 વર્ષની દીકરી પીહૂના રૂપમાં થઈ છે. 


આ દુર્ઘટના શુક્રવારે રાત્રે લગભગ 12:00 વાગ્યે સુભાષ ચોક સર્કલ પર સ્થિત બાલ ભારતી સ્કૂલની પાછળ બની હતી. તેમાંથી એકને ગંભીર હાલતમાં SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


7 લોકો કાટમાળમાં દટાયા

સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને આ દુર્ઘટના અંગે સૂચના આપી. માહિતી મળતાં જ પોલીસ દળ, સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. 5 લોકોને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા, જેના કારણે તેમના જીવ બચી ગયા.

આ પણ વાંચો: 'અમે દિલથી આભાર માનીએ છીએ...' ટ્રમ્પના મિજાજ નરમ થતાં PM મોદીએ આપ્યો જવાબ

કાટમાળમાં દટાયેલા લોકોને બચાવવા માટે જેસીબી અને અન્ય સાધનોની મદદ લેવામાં આવી રહી છે. ઘર અચાનક ધરાશાયી થવાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે.

Tags :