Get The App

મધ્ય પ્રદેશમાં સેપ્ટિક ટેન્કમાં મળ્યાં 4 યુવકના મૃતદેહ, ઘરેથી ન્યૂ યરની પાર્ટી કરવા નીકળ્યા હતા

Updated: Jan 5th, 2025

GS TEAM

Google News
Google News
મધ્ય પ્રદેશમાં સેપ્ટિક ટેન્કમાં મળ્યાં 4 યુવકના મૃતદેહ, ઘરેથી ન્યૂ યરની પાર્ટી કરવા નીકળ્યા હતા 1 - image


Madhya Pradesh Crime: મધ્ય પ્રદેશના સિંગરોલીમાં એક ઘરની સેપ્ટિક ટાંકીમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યાનુસાર, શનિવારે (ચોથી જાન્યુઆરી) આ અંગે માહિતી મળી હતી, ત્યારબાદ સેપ્ટિક ટેન્ક ખોલવામાં આવી હતી. તેમાં ચાર યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટના અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પરિવારજનો પાસેથી પણ માહિતી લેવામાં આવી રહી છે.

ચારેય યુવકો પાર્ટીની ઉજવણી કર્યા બાદ ગુમ હતા

સ્થાનિક લોકોની પૂછપરછ દરમિયાન પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી કે ચારેય યુવકો નવા વર્ષની પાર્ટી કરતા જોવા મળ્યા હતા. મૃતકો પૈકી એક મકાનમાલિકનો પુત્ર છે જેની પાછળ સેપ્ટિક ટેન્ક આવેલી છે. તેણે મકાન ભાડે આપ્યું હતું અને પરિવાર સાથે અન્ય જગ્યાએ રહેતો હતો.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં ફરી જોરદાર ભૂકંપ, 4.3 ની તીવ્રતાને ધરા ધ્રૂજી ઊઠતાં લોકો ફફડી ઊઠ્યા


ટાંકીમાંથી દુર્ગંધ આવી રહી હતી

મકાનમાલિકના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર પહેલી જાન્યુઆરીએ ત્રણ મિત્રો સાથે ઘર છોડી ગયો હતો. તે આમાંથી બે યુવકોને ઓળખતો ન હતી. પાર્ટી સેલિબ્રેટ કરીને ચારેય લાપતા હતા. શનિવારે સાંજે ટાંકીમાંથી દુર્ગંધ આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને ટાંકી પાસે એક કાર પણ મળી આવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

હાલ ચાયેર મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ આ કેસમાં હત્યાના એંગલથી પણ તપાસ કરી રહી છે.

મધ્ય પ્રદેશમાં સેપ્ટિક ટેન્કમાં મળ્યાં 4 યુવકના મૃતદેહ, ઘરેથી ન્યૂ યરની પાર્ટી કરવા નીકળ્યા હતા 2 - image

Tags :