સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન : કુર્રગુટ્ટાલૂ પહાડ પર કુખ્યાત 31 નક્સલવાદીઓ ઠાર
Naxal Encounter in Kurraguttalu Hill : સુરક્ષા દળના જવાનોએ છત્તીસગઢ-તેલંગણા સીમા પાસે કુર્રગુટ્ટાલૂ પહાર પર નક્સલ વિરોધી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સુરક્ષા દળે આ પહાડ પર કુખ્તાત 31 નક્સલવાદીઓને ઠાર કર્યા હોવાની માહિતી સામે આવી છે.
પહાડ પર છુપાયેલા 31 નક્સલી ઠાર
સુરક્ષા દળે કુર્રગુટ્ટાલૂ પર મોટું ઓપરેશન પાર પાડ્યું હોવાની માહિતી ગૃહમંત્રીએ ટ્વિટર પોસ્ટ કરીને આપી છે. તેમણે કહ્યું કે, સુરક્ષા દળોએ ભારતના નક્સલ ફ્રી સંકલ્પમાં મોટી સફળતા મેળવી નક્સલવાદ વિરુદ્ધ અત્યાર સુધીનું મોટું ઓપરેશન પાર પાડી કુર્રગુટ્ટાલૂ પહાડ પર છુપાયેલા કુખ્યાત 31 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.
21 દિવસનું ઓપરેશન પાર પાડી નક્સલીઓનો કરાયો સફાયો
કુર્રગુટ્ટાલૂ પહાડ પર પીએલજીએ બટાલિયન-1, ડીકેએસઝેડસી, ટીએસસી અને સીઆરસી જેવા મોટા નક્સલવાદી સંસ્થાઓનું હેડક્વાર્ટર હતું. અહીં નક્સલવાદીઓને ટ્રેનિંગ અપાતી હતી. આ ઉપરાંત અહીંથી જ રણનીતિ ઘટાડી હતી અને હથિયારો બનાવાતા હતા, ત્યારે સીઆરપીએફ, એસટીએફ અને ડીઆરજીના જવાનોએ આ પહાડો પર જઈને માત્ર 21 દિવસમાં આ ઓપરેશન પાર પાડ્યું છે.
હવે માત્ર 6 જિલ્લામાં નક્સલવાદ
તેમણે કહ્યું કે, ‘2014માં સ નક્સલવાદી પ્રભાવિત જિલ્લાની સંખ્યા 35 હતી, જે 2025માં ઘટીને માત્ર છ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન નક્સલ પ્રભાવિત જિલ્લાની સંખ્યા 126 હતી, જે ઘટીને 18 થઈ ગઈ છે.