Get The App

મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ સહિત 30 મોત, 25ની ઓળખ થઈ

Updated: Jan 29th, 2025


Google News
Google News
મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ સહિત 30 મોત, 25ની ઓળખ થઈ 1 - image


Maha kumbh Mela: પ્રયાગરાજના મહાકુંભમાં ગત રાત્રે એક મોટી દુર્ઘટના બની. રાત્રે અંદાજિત 2 વાગ્યે સંગમ ઘાટ પર નાસભાગ મચી ગઈ હતી. મહાકુંભમાં થયેલી નાસભાગમાં 90 શ્રદ્ધાળુ ઘાયલ થયા હતા, જેમાંથી 30 લોકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 25 લોકોની ઓળખ થઈ છે. જેમાં ગુજરાતના એક શ્રદ્ધાળુની પણ ઓળખ થઈ છે. આ અંગે મેળા તંત્ર તરફથી માહિતી આપવામાં આવી છે.

નાસભાગમાં 30ના મોત

ઘટનાના અંદાજિત 16 કલાક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કુંભ મેળાના DIG વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે, નાસભાગમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે. મૃતકોમાંથી અનેક લોકો અલગ અલગ રાજ્યોમાંથી છે, જેમાં ચાર કર્ણાટકથી, એક આસામથી અને એક ગુજરાતથી છે. ઈજાગ્રસ્તોની સ્થાનિક મેડિકલ કૉલેજમાં સારવાર ચાલી રહી છે.


મહાકુંભમાં નાસભાગમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત

મહાકુંભના સેક્ટર-4માં થયેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા છે. જેમાંથી એક ગુજરાતી શ્રદ્ધાળુ છે. મહેસાણા જિલ્લાના કડીના મહેશભાઈ સોમાભાઈ પટેલનું મોત થયું છે. જેઓ ચાર મિત્રો સાથે મહાકુંભ ગયા હતા.

'બ્રહ્મ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા શ્રદ્ધાળુ'

મહાકુંભ DIG વૈભવ કૃષ્ણએ જણાવ્યું કે, આ દુર્ઘટના કેવી રીતે બની. તેમણે કહ્યું કે, શ્રદ્ધાળુઓ બ્રહ્મ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કેટલાક શ્રદ્ધાળુ અચાનક દર્શન કરવા માટે આવી ગયા. કેટલાક ભક્તો બેરિકેડ તોડીને આગળ આવ્યા હતા. પાછળથી આવેલી શ્રદ્ધાળુઓની ભીડના કારણે નાસભાગ મચી ગઈ. 29 તારીખે કોઈ VVIP મૂવમેન્ટ ન હતી. આગામી મોટા પર્વ કે સ્નાન પર કોઈ VVIP મૂવમેન્ટ નહીં થાય.

DIGએ કહ્યું કે, આજે મૌની અમાવસ્યાનું મુખ્ય સ્નાન હતું. બેલા ક્ષેત્રમાં અખાડા માર્ગમાં ભીડ વધી અને ભીડ બીજી તરફ કૂદી ગઈ. એમ્બ્યુલન્સથી કુલ 90 લોકોને હૉસ્પિટલ મોકલાયા હતા. જેમાંથી 30ના મોત થઈ ગયા.

Tags :
maha-kumbh-2025

Google News
Google News