આ 3 ચાવીઓ ભેગી થાય પછી જ ખૂલે છે બદ્રીનાથ ધામના કપાટ, 6 મહિના સુધી કરવામાં આવે છે સુરક્ષા
Badrinath Dham: ઉત્તરાખંડના ગઢવાલમાં બિરાજમાન ભગવાન વિષ્ણને સમર્પિત બદ્રીનાથ ધામ ચાર ધામોમાંથી એક છે. જેના કપાટ વર્ષમાં માત્ર 6 મહિના માટે જ ખુલે છે. આ 6 મહિનાઓમાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર ધામમાં દર્શન કરવા માટે આવતાં હોય છે. પરંતુ તમને નવાઈ લાગશે કે, મંદિરના કપાટ ખોલવા માટે મુહુર્ત કાઢવામાં આવે છે અને સંપૂર્ણ વિધિ વિધાન પૂર્વક કપાટ ખોલવામાં આવે છે. ભગવાનના પ્રથમ દર્શન કરવા માટે ભક્તો બે દિવસ અગાઉથી બેસી રહે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, બદ્રિનાથ કપાટ ખોલાવાની એક વિશેષ પ્રક્રિયા છે, જેમાં ત્રણ ચાવીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ ત્રણ ચાવીઓ ભેગી થાય પછી જ કપાટ ખુલે છે.
આ પણ વાંચો: ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ
સદીઓ જૂની છે આ પરંપરા
3 ચાલીઓથી બદ્રીનાથ ધામ મંદિરના કપાટ ખોલવાની પરંપરા સદીઓ જૂની છે. આ પરંપરાથી બદ્રીનાથ મંદિરના કપાટ ખોલવાની સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. તેના માટે સૌથી પહેલા વસંત પંચમીના દિવસે ટિહરીના મહારાજાના દરબારમાં વિદ્વાનો દ્વારા પંચાંગ ગણતરી કર્યા પછી કપાટ ખોલવાની તિથિ અને સમય નક્કી કરવામાં આવે છે. ત્યાર બાદ ત્રણ અલગ- અલગ સ્થાનો પર ત્રણ ચાવીઓ લગાવવામાં આવે છે અને પછી નક્કી કરવામાં આવેલા શુભ મુહૂર્તમાં કપાટ ખોલવામાં આવે છે.
કોની પાસે હોય છે ચાવીઓ
આ પણ વાંચો: શું કાટ લાગે એટલે રાફેલ ખરીદ્યા હતા, ઉપયોગ તો કરો...' કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન
પહેલી ચાવી
પહેલી ચાવી ટિહરી રાજ પરિવારનાં સભ્ય પાસે હોય છે. જે બદ્રીનાથ- કેદારનાથ મંદિર સમિતિ દ્વારા તાળુ ખોલવામાં આવે છે.
બીજી ચાવી
આ ચાવી બામણી ગામના ભંડારી પરિવાર પાસે હોય છે.
ત્રીજી ચાવી
ત્રીજી ચાવી બામણી ગામના મહેતા પરિવાર પાસે હોય છે.