શું કાટ લાગે એટલે રાફેલ ખરીદ્યા હતા, ઉપયોગ તો કરો...' કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન
Congress MP Imran Masood big statement: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી રહી છે. આ દરમિયાન ભારતીય સેના દળમાં સામેલ રાફેલ વિમાન પર ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષ નેતા સરકાર પર સવાલ કરી રહ્યા છે કે, તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે. પાકિસ્તાન વિરુદ્ધ તેનો ઉપયોગ કરવામાં અત્યારે સારો મોકો છે.
'આખો દેશ તમારી સાથે ઉભો છે, તમે એક્શન લો'
આ દરમિયાન કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે આ મામલે મોદી સરકારને સંબોધતા કહ્યું કે, ' આખો દેશ તમારી સાથે ઉભો છે, તમે એક્શન લો. એવું દેખાવું જોઈએ કે ભારતે પ્રતિક્રિયા આપી અને એ સદીઓ સુધી યાદ રહેવું જોઈએ. જે રીતે ઈન્દિરાજીએ પાકિસ્તાનના બે ટુકડા કરીને જવાબ આપ્યો હતો. તે પ્રકારનો જવાબ આપો.'
'પાકિસ્તાનને એવો જવાબ આપો કે, સદીઓ સુધી યાદ રાખે'
તેમણે આગળ કહ્યું કે, 'પાકિસ્તાનને એવો જવાબ આપવો જોઈએ, કે જે સદીઓ સુધી યાદ રાખે અને ફરીવાર આપણી ઉપર આતંકવાદી હુમલો કરવાનો વિચાર પણ ન કરે. હાલમાં તમારી પાસે સારામાં સારો મોકો છે અને આનાથી વધારે સારો મોકો શું હોઈ શકે.'
આ પણ વાંચો: ચારે તરફ ઘેરાયું પાકિસ્તાન! નિર્મલા સીતારમણની ADB અધ્યક્ષ સાથે બેઠક, ફંડિંગ રોકવા માગ
લીબું, મરચાં હટાવો, શું કાટ લાગવા માટે ખરીદ્યા છે...
રાફેલ જેટ પર વાત કરતાં ઈમરાન મસૂદે કહ્યું કે, 'આટલા રુપિયા ખર્ચીને આપણે રાફેલ જેવા હથિયારો ખરીદ્યા છે, તો તેનો ઉપયોગ પણ થવો જોઈએ. હવે તેના પરથી લીબું, મરચાં હટાવો, શું તેના પર કાટ લાગે તે માટે ઉભા રાખવામાં આવ્યા છે.'