મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ, પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યાં

13 Year Old Student Ragged In Mysore School: કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં રેગિંગનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી સાથે ત્રણ સહપાઠીઓએ સ્કૂલ પરિસરમાં જ મારપીટ કરી હતી જેના કારણે તેના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ છે. પીડિત વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે.
13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ
મીડિયા અહેવાલ પ્રમાણે આરોપી વિદ્યાર્થીઓ પીડિત વિદ્યાર્થીને રોજ હેરાન કરતા હતા અને તેને પૈસા અને મોબાઈલ ફોન લાવવા માટે મજબૂર કરતા હતા. 25 ઓક્ટોબરના રોજ ત્રણેય આરોપી વિદ્યાર્થીઓએ પીડિતને સ્કૂલના વોશરૂમમાં લઈ ગયા અને તેની સાથે મારપીટ કરીને તેના પ્રાઈવેટ પાર્ટને ગંભીર રીતે ગંભીર ઈજા પહોંચાડી.
પોલીસ પર કેસ ન નોંધવાનો આરોપ
શરૂઆતમાં પોલીસ પર કેસ ન નોંધવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ પીડિતના પરિવાર અને સંબંધીઓના દબાણ બાદ જયલક્ષ્મીપુરમ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS) 2023 ની કલમ 115(2), 117(2), અને 125(b) હેઠળ તથા કિશોર ન્યાય અધિનિયમ 2015ની કલમ 75 હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના વિરોધીઓને મૂર્ખ ગણાવ્યાં, કહ્યું - દરેક અમેરિકનને 2000 ડોલર મળશે
FIRમાં સ્કૂલ મેનેજમેન્ટ ચીફ અને શિક્ષકને નામ આરોપી નંબર 1 (A1) તરીકે છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને કિશોર J1, J2 અને J3 તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને સ્કૂલ વહીવટીતંત્રની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

