India

1 કલાકના વરસાદે 'સ્માર્ટ સિટી'ના દાવાની પોલ ખૂલી! ગુરુગ્રામમાં શાળાઓ ઓનલાઇન, ઑફિસોમાં WFH

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
ગુરુગ્રામમાં સોમવારે માત્ર 1 કલાકના 70 mm વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું. શહેરના મુખ્ય માર્ગો જળબંબાકાર થતાં ભયાનક ટ્રાફિક જામ સર્જાયો. વહીવટી તંત્રએ ઑફિસોને WFH આપવા અને શાળાઓને ઓનલાઇન ક્લાસ ચલાવવા અપીલ કરી. રાજીવ ચોક, ઇફકો ચોક જેવા વિસ્તારોમાં પાણી ભરાયા. મિલેનિયમ સિટીના દાવાઓ વચ્ચે નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

1 કલાકના વરસાદે 'સ્માર્ટ સિટી'ના દાવાની પોલ ખૂલી! ગુરુગ્રામમાં શાળાઓ ઓનલાઇન, ઑફિસોમાં WFH

Gurgram Heavy Rainfall : ગુરુગ્રામમાં સોમવારે અચાનક થયેલા મૂશળધાર વરસાદે ફરી એકવાર જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. માત્ર 1 કલાકના વરસાદે શહેરની ડ્રેનેજ સિસ્ટમ અને વહીવટી તંત્રના દાવાઓની સંપૂર્ણ પોલ ખોલી નાખી છે. વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારો સુધી બધું જળબંબાકાર થઈને તળાવમાં ફેરવાઈ ગયું છે અને પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.

ભારે ટ્રાફિક જામ વચ્ચે તંત્ર દ્વારા એડવાઇઝરી

પાણી ભરાવા અને ભયાનક ટ્રાફિક જામની સ્થિતિને જોતાં જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક મોટા પગલાં ભરવાની ફરજ પડી છે. ગુરુગ્રામ પ્રશાસને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને રસ્તાઓ પર ભીડ નિયંત્રિત કરવા શહેરની તમામ ઑફિસો માટે એક ખાસ એડવાઇઝરી જાહેર કરી છે.

કોર્પોરેટ કંપનીઓને WFH આપવા અપીલ

પ્રશાસને શહેરની તમામ કોર્પોરેટ કંપનીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના કર્મચારીઓને વર્ક-ફ્રોમ-હોમ(WFH)ની મંજૂરી આપે. આ પગલાથી રસ્તાઓ પર વાહનોનું દબાણ ઘટી શકે અને રાહત તેમજ બચાવ કાર્યો ઝડપથી હાથ ધરી શકાય.

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાઓ ઓનલાઇન

નાના બાળકો અને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પ્રશાસને શહેરની તમામ શાળાઓને તાત્કાલિક અસરથી ઓનલાઇન ક્લાસ ચલાવવા નિર્દેશ આપ્યા છે, જેથી કોઈ પણ વિદ્યાર્થી કે વાલીને રસ્તા પર પાણી ભરાવાને કારણે મુશ્કેલી ન પડે.

માત્ર ગણતરીના કલાકોમાં 70 એમએમ વરસાદ

ગુરુગ્રામ જિલ્લા વહીવટી તંત્રના સત્તાવાર અહેવાલ મુજબ, સોમવારે બપોરે 1:30 વાગ્યા સુધીમાં શહેરમાં 70 મિલીમીટર (70 mm) વરસાદ નોંધાયો હતો. આટલા ઓછા સમયગાળામાં પડેલા આ ભારે વરસાદને ઝીલવામાં શહેરનું સિવિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાવ લાચાર સાબિત થયું હતું.

મુખ્ય રસ્તાઓ અને ચોક પાણીમાં ગરકાવ

શહેરના રાજીવ ચોક, ઇફકો ચોક, રેલવે રોડ, સેક્ટર-5, ઓલ્ડ દિલ્હી રોડ, મેહરોલી રોડ અને બસઈ રોડ જેવા વિસ્તારોમાં ભારે જળબંબાકાર સર્જાયો હતો. આ તમામ વિસ્તારોમાં ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી હતી અને અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

મિલેનિયમ સિટીના દાવાઓ સામે નાગરિકોનો આક્રોશ

ગગનચુંબી ઇમારતો, આલીશાન ફ્લેટ્સ, મલ્ટીનેશનલ કંપનીઓની ઑફિસો અને મોટા મોલ્સ માટે જાણીતી આ 'મિલેનિયમ સિટી'ના નાગરિકોનો રોષ હવે ફાટી નીકળ્યો છે. કરોડો રૂપિયાના બજેટ અને સ્માર્ટ સિટીના દાવાઓ છતાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આખી સિસ્ટમ ફેઇલ થઈ જાય છે, જેનો ભોગ સામાન્ય જનતા અને નોકરિયાત વર્ગે બનવું પડે છે.