'33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST', આરોગ્ય ક્ષેત્રને લઈને નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત?
0% GST On 33 life-saving medicines : કેન્દ્ર સરકારે દિવાળી પહેલા GST રિફોર્મની જાહેરાત કરી છે, ત્યારે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે. હવે હેર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટોઇલેટ સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પર GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, માખણ, ઘી, ચીઝ, ડેરી સ્પ્રેડ, પેક્ડ નમકીન, ભુજિયા, વાસણો, બાળકો માટે ફીડિંગ બોટલ અને નેપકિન્સ, ક્લિનિકલ ડાયપર અને સીવણ મશીન પરનો ટેક્સ પણ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. હવે 33 જીવન રક્ષક દવાઓ પર કોઈ પ્રકારે ટેક્સ લેવામાં નહીં આવે.
નાણા મંત્રીએ કહ્યું કે, દરેક રાજ્યના નાણા મંત્રીએ GSTમાં સુધારો કરવાની પ્રક્રિયાને પૂરુ સર્મથન આપ્યું છે. ગત 8 મહિનાથી વડાપ્રધાન મોદી GST રેટ ઘટાડવાને લઈને વાત કરી રહ્યા હતા. GST કાઉન્સિલે GST રેટને તર્કસંગત બનાવવાને મંજૂરી આપી છે. કાઉન્સિલે 12% અને 28% ના ટેક્સ સ્લેબને નાબૂદ કરવાની મંજૂરી આપી છે.
ખેડૂતો માટે પણ રાહતની જાહેરાત
કૃષિ ક્ષેત્રમાં પણ રાહત આપવામાં આવી છે. ટ્રેક્ટરના ટાયર અને પાર્ટ્સ, ટ્રેક્ટર, બાયો-પેસ્ટિસાઇડ્સ, માઈક્રો-ન્યૂટ્રિએન્ટ્સ, ટપક સિંચાઈ પ્રણાલી અને છંટકાવ, ખેતી અને વનીકરણ માટેના મશીનો પર GST ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તુ થશે અને મોંઘું
આરોગ્ય ક્ષેત્ર અંગે નાણામંત્રીની મોટી જાહેરાત
આરોગ્ય ક્ષેત્રમાં, આરોગ્ય અને જીવન વીમા પરનો કર હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. જેમાં થર્મોમીટર, મેડિકલ ઓક્સિજન, ડાયગ્નોસ્ટિક કીટ, ગ્લુકોમીટર, ટેસ્ટ સ્ટ્રીપ્સ અને ચશ્મા પરનો કર ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. જેમાં હવે 33 જીવન રક્ષક દવાઓ પર કોઈ પ્રકારે ટેક્સ લેવામાં નહીં આવે. જોકે, આમાં અત્યાર સુધીમાં 12 ટકા ટેક્સ લેવામાં આવતો હતો.
The following drugs and medicines
| 12% | Nil |