નર્મદા જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના યુવાનો લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે
-ખુરદી ગામના યુવાનો ગામના પ્રવેશદ્વાર પર ઉભા રહી બહારના લોકોને પ્રવેશતા અટકાવે છે
કેવડિયા કોલોની તા.3 એપ્રિલ 2020 શુક્રવાર
કોરોનાને લઈ જ્યારે સમગ્ર ભારત માં લોકડાઉન નો અમલ થઈ રહ્યો છે.શહેરી વિસ્તારોમાં પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કારાવાઇ રહ્યો છે.નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં લોકડાઉન અંગે યુવાઓમાં જાગૃતિ જોવા મળી છે .યુવાઓ પોતાના ગામની બહાર ઉભા રહી બહારના વ્યક્તિને ગામમાં પ્રવેશતા અટકાવે છે.
ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામના યુવાનો ગામના પ્રવેશદ્વાર પાસે ઉભા રહી બહારથી આવતા લોકોને ગામમાં પ્રવેશવા અટકાવી લોકડાઉનનું પાલન કરાવી રહ્યા છે .આ ઉપરથી ચોક્કસ કહી શકાય કે કોરોના વાઇરસ મહામારી અંગે જાગૃતિ અંતરિયાળ ગામો સુધી પણ પોહચી છે .
ગામના યુવાન નરેશ વસાવા જણાવે છે કે જે કોરોના રોગ ફેલાયો છે તેના માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે ખુરદી ગામના બે યુવા સંગઠનો માંથી ૫-૬ યુવાઓ પ્રવેશદ્વાર પાસે ઉભા રહી અન્ય ગામના લોકો અમારા ગામમાં પ્રવેશે નહીં તે કાળજી રાખીએ છે .ઉપરાંત અમારા ગામના આઠ વ્યક્તિઓ જે બહાર ગયા હતા .તેમને ગામ બહાર કોરોન્ટાઇનમાં રાખેલા છે.