નસવાડી કવાંટ માર્ગ પરના આથાડુંગરી પાસે નાળામાં બાઇક સાથે યુવાન ખાબકતાં મોત
-તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં થતાં વારંવાર અકસ્માત
કવાંટ તા.7 ડિસેમ્બર 2019 શનિવાર
નસવાડી અને કવાંટને જોડતા માર્ગનું સમારકામ યોગ્ય નહી થતાં કેટલાક સમયથી નાળુ તૂટેલી હાલતમાં હોવા છતાં માર્ગ અને માકન વિભાગની બેદરકારીના કારણે આથાડુંગરી પાસે અંધારમાં નાળામાં યુવાન બાઇક સાથે ખાબકી જતાં તેનું ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.
નસવાડીથી બૈડીયા કવાંટ તરફના માર્ગ પર નસવાડી કોલેજમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અશ્વિન રાઠવા બૈડીયા કવાંટ તરફ ઝઇ રહ્યા હતા.આથાડુંગરી પાસે નસવાડી અને કવાંટને જોડતા માર્ગનું છેલ્લા નાળુ કેટલાક સમયથી તૂટેલી હાલતમાં છે જ્યાં અંધારામાં બાઇક સાથે સીધા નાળામાં પડી જતાં ગંભીર ઇજા થતાં વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેમનો મોત નિપજ્યુ હતુ.
વારંવાર અકસ્માત સર્જતા નસવાડી અને કવાંટને જોડતા આ જોખમી નાળાને સત્વરે મરામત કરાવવામાં આવે તે બાબતે માંગ ઉઠવા પામી છે.પરંતુ માર્ગ અને મકાન વિભાગની બેદરકારીના કારણે નાળા નુ કોઈ પ્રકારનનુ સમારકામ કે રોડ ડાયવર્ઝનના યોગ્ય રેડિયમ સાથેના સાઈન બોર્ડ મુકવામાં આવ્યુ નથી . જેના કારણે નવયુવાન બન્યો, કરોડો રૃપિયાના કામો રાખતા કોન્ટ્રાકટરો અને પી ડબલ્યુ ડીના અધિકારીઓની બેદરકારીનો ભોગ યુવાન બન્યો છે .
જે તે વિભાગ બેદરકારી ને લીઘે બનેલી ઘટનામાં ખરેખર નિષ્કાળજી સેવનાર વિભાગના અધિકારીઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે બીજી વખત આવી પરિસ્થિતી નુ નિર્માણ નહી થાય,આ વિસ્તારમાં ઘણી જગ્યાએ આવી રીતે રોડ પર અડચણરૃપ જેવી કે રોડ ખોદીને પાણીની પાઈપ નાખી ઉપર માત્ર માટી કે પથ્થરો મુકીને રોડ પર અડચણો ઉભી કરવામાં આવે છે .જે પણ ક્યારેક લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે,
જેથી આવી પરિસ્થતિનુ નિર્માણ કરવામાં આવ્યુ હોય ત્યારે આપણે સૌ એ જાગુ્રત નાગરિક તરીકે જવાબદાર અધિકારી કે વ્યક્તિ સુધી આવી પરિસ્થિતિ ના નિર્માણ ની જાણ કરી કે રજુઆત કરી ને નિરાકરણ લાવવા ના પ્રયાસો હાથ ધરવા જોઇએ.