દેડિયાપાડા તા.21 નવેમ્બર 2019 ગુરૂવાર
દેડિયાપાડા તાલુકાના ગઢ ટેકવાડા ગામના લક્ષ્મણભાઈ વસાવાની પુત્રી મીનાબેનનું પ્રેમલગ્ન મહેન્દ્ર વસાવા સાથે થયું હતુ. પણ,લગ્ન પછી મહેન્દ્રે પત્ની મીનાને ત્રાસ આપવામાં કશું બાકી રાખ્યું ન હતુ.
પિતાની જમાઈ વિરૂધ્ધની ફરિયાદ મુજબ અવારનવાર થતા ઝઘડા અને અપાવે રહેલા અસહ્ય ત્રાસથી કંટાળી મીનાબેને તા.12 મીએ કપાસમાં છાંટવાની દવા ગટગટાવી જઈ મોત વહાલુ કરતાં તેનું તા.13 મીએ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
મૃતકના પિતા લક્ષ્મણભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે દેડિયાપાડા પોલીસે પતિ સામે મરવા માટે દુષ્પ્રેરણા પૂરી પાડવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી આરંભી છે.


