'કામધંધો કેમ નથી કરતો...' ઠપકો આપતા જ કળિયુગી દીકરાએ માતાને કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada Crime News : નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના રોહદા ગામમાં કામ ધંધો નહીં કરતા પુત્રને માતાએ ઠપકો આપતા પુત્રએ કુહાડીના ઘા ઝીંકી માતાને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. રાયયસીંગ વેસ્તા વસાવા (ઉ.વ 55) રહે. રોહદાએ નોંધવેલ ફરિયાદ મુજબ તા. 15 ના રોજ રોહદા ગામે ફરિયાદ કરનાર રાયસીંગ વેસ્તા વસાવાના ઘરમાં તેમનો દિકરો રાવજી કોઈ કામ ધંધો કરતો ના હતો. ગામમાં નવરો રખડતો ફરતો હતો.
જેથી માતા ભગડીબેને કામ ધંધો કરવા અને રખડવાનું ના પાડતા રાવજી આવેશમાં આવી ભગડીબેનને માથાના ઉપરના વચ્ચેના ભાગે તથા માથાના પાછળના ભાગે કુહાડીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર ઈજાના કારણે સારવાર દરમ્યાન ભગડીબેનનું મોત નિપજ્યુ હતુ. હત્યારા દિકરા સામે ડેડિયાપાડા પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




