વાઘઉમર ગામે ડાકણના વહેમમાં મહિલાના પતિને ચપ્પુનો ઘા ઝીંક્યો
-મહિલા અને તેના પતિ સાથે મારઝૂડ અને ધમકી
દેડિયાપાડા તા.1 નવેમ્બર 2019 શુક્રવાર
દેડિયાપાડા તાલુકાના વાઘઉંમર ગામે ડાકણના વહેમમાં મહિલાના પતિને ડાબા કાન પાસે ચપ્પુ મારતાં ત્રણ ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.
દેડિયાપાડા તાલુકાના વાઘઉંમર ગામે ડાકણના વહેમમાં મહિલાના પતિને ચપ્પુ મારી દીધું છે. દેડિયાપાડા તાલુકાના વાઘઉંમર ગામે ફરિયાદી અમીરભાઈ નવાભાઈ વસાવા તથા મુંગીબેન વાડામાં કામ કરતા હતા.
તે વખતે આરોપી ઉબડીયાભાઈ લાલજીભાઈ વસાવા , યશવર્ધન ઉબડીયાભાઈ વસાવા અને નીતીરાજ ઉબડીયાભાઈ વસાવા તમામ (રહે. વાઘ) ઉંમર ઘરેથી બુમો પાડતાં આવી આવ્યા હતા. અને મુંગીબેનને કહેવા લાગેલા કે તું ડાકણ છે. તને મારી નાંખવાની છે. તેમ અને ઉબડીયાભાઈ મંગુબેનની મારપીટ કરી હતી. અને ત્રણેય આરોપી મંગુબેન સાથે ઝપાઝપીમાં ઉતરતાં ફરિયાદી અમીરભાઈ વચ્ચે પડતાં ઉબડીયાભાઈ લાલજી વસાવાએ તેના હાથમાનું ચપ્પુ ફરિયાદી અમીરભાઈને તેમના ડાબા કાન પર મારી દીધુ હતુ.
જેથી લોહી નિકળવા લાગ્યું હતુ. તે વખતે યશવર્ધન અને નીતીરાજ બંને મંગુબેનને કહેતા હતા કે તારે છોકરા પણ નથી. તું શું કરી લેવાની છે. તને તો ગમે ત્યારે મારી નાંખીશુ તેમ કહી મારપીટ કરતા હતા. અમીરભાઈ નવાભાઈ વસાવાએ ત્રણેય આરોપી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.