નાંદોદની ત્રણ ઠગ મહિલાઓએ લગ્નની લાલચ આપી સુરતના રહીશના 1 લાખ રૂપિયા પડાવી લીધા
-આદિવાસી છોકરીનો સોદો નક્કી કરી ત્રણ આદિવાસી મહિલાની લગ્ન નહીં કરાવી છેતરપિંડી કરતાં ગુનો દાખલ
રાજપીપળા તા.12 ડિસેમ્બર 2019 ગુરૂવાર
નર્મદા જીલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં છોકરીઓનો સોદો નક્કી કરી લગ્ન કરવાના અનેક બનાવો બને છે જેમાં કેટલાંક બનાવો સફળ નીવડે છે તો કેટલાંય બનાવો સફળ નીવડે છે તો કેટલાંય બનાવોમાં છેતરીપિંડી થતાં મામલો પોલીસ મથકે પહોંચે આવા એક બનાવમાં સુરતના એક ઇસમ સામે લગ્ન કરવા સંદર્ભે 1 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સુરતના વરાછા રોડ ઉપરની યોગીપાર્ક સોસાયટીમાં રહેતાં ભાવેશભાઇ હિંમતભાઇ સવાણીનું લગ્ન કરાવી આપવાનું જણાવીને રૂ.1 લાખ પડાવી લઇ લગ્ન નહીં કરાવાતાં ત્રણ ઠગ મહિલા વિરૂધ્ધ આમલીયા પોલીસ મથકે ભાવેશ સવાણીએ ફરિયાદ નોંધાવી હતી.
ભાવેશ સવાણીને નાંદોદ તાલુકાના જૂનાઘાંટા ખાતે રહેતી દેવલીબેન વસાવાએ તેનું લગ્ન કિરણબેન ઉર્ફે કાજલબેન જોડે લગ્ન કરાવી આપવા વિશ્વાસમાં લઇને ભાવેશ સવાણી પાસેથી રૂ.1 લાખ લઇ લગ્ન કરાવી આપવાની લાલચ આપી લગ્ન નહીં કરાવતો ભાવેશ સવાણીને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગતાં આમલેથા પોલીસ મથકે દેવલીબેન વસાવા રહે જૂના ઘાંટા, કિરણબેન (રહે. રાજપારડી) અને રાધાબેન વસાવા (રહે. ઉમલ્લા) આ ત્રણેય મહિલા વિરૃધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.