કેવડિયાના S.R.P વિસ્તારમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા
-નર્મદા જિલ્લામાં કુલ 88 કોરોનાના કેસ નોંધાયા
રાજપીપળા તા.27 જુન 2020 શનિવાર
નર્મદા જિલ્લામાં તા. 27 ના રોજ સાંજે 4-40કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલા વધુ ૩ પોઝિટિવ કેસ સહિત આજદિન સુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ 88 દરદીઓ પૈકી કુલ ૩૩ દરદીઓ સાજા થતા તેમને રજા આપી છે.કુલ ૫૫ દરદીઓ આજની સ્થિતિએ રાજપીપળાની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.તેમજ કોરોના વાયરસથી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા 32 સેમ્પલ પૈકી ૨૯ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવેલા છે. જ્યારે ૩ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં ગરૃડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના SRP કેમ્પના રહીશ ૩૦ વર્ષ બે મહિલા અને 10 વર્ષ એક છોકરીનો સમાવેશ થાય છે .
આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસના કુલ-૫૫ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૩૩ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.
નર્મદા જિલ્લામાં આજે તા.27 ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૩,૭૩૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કર્યું છે.જેમાં શરદી-ખાંસીના 62દરદીઓ, તાવના 35 દરદીઓ, ડાયેરીયાના 34 દરદીઓ સહિત કુલ -131 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડી છે.તેની સાથે આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 8,31,929૯ લોકોએ લાભ લીધો હતો.હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 333842 લોકોને વિતરણ કરાઇ છે.