નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના 7 કેસ આવ્યા
-410 કોરોના દર્દીઓ પૈકી 314 દર્દી સાજા થયા
રાજપીપળા તા.2 ઓગષ્ટ 2020 રવીવાર
નર્મદા જિલ્લામાં તા. 2 ના રોજ સાંજે 5 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં આર ટી પી સી આર ટેસ્ટમાં વધુ 3 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 4 દરદી સહિત કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી આર ટી પી સી આર ટેસ્ટમાં 293,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 101 અને ટ્ નેટ (True nat) ટેસ્ટમાં 16 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 410 નોંધાવા પામી છે. જેમાંથી314 દર્દીઓ કોરોના સંક્રમણથી મુક્ત થયા હોવાનું જાણવા મળે છે.
રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 10 દરદીઓ સહીત કુલ 13 દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામા આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 180 દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 134 દરદીઓ સહિત કુલ 314 દરદીઓને રજા આપી છે.
આમ, વડોદરા ખાતે 8 દરદીઓ અને અમદાવાદ ખાતે 2 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 41 દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે 37 દરદીઓ અને હોમ આઇસોલેશન ખાતે 8 દરદીઓ સહિત કુલ 96 દરદીઓ સારવાર હેઠળ છે.
આમ નર્મદા જિલ્લામાં રીકવરી રેટ પણ ઉંચો હોવાનું જાણવા મળે છે આજે આર ટી પી સી આર ટેસ્ટમાં 46 ,ટ્ નેટ (True nat) ટેસ્ટના 7 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના 70 સહિત કુલ 123 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.