રાજપીપળા: અણીદ્રા ગામે ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો
રાજપીપળા તા.25 ફેબ્રુઆરી 2020 મંગળવાર
નર્મદા જિલ્લામાં ખેર ના લાકડા મોટી માત્રામાં થતા હોવાથી ખેરના લાકડું એ કાથ્થા બનાવટમાં વપરાય છે .માટે ખેરના લાકડાની આ વિસ્તારમાં તસ્કરી વધી રહી છે .
નાંદોદ તાલુકાના અણીદ્રા ગામના ખેતરમાં ખેરના લાકડા સંતાડેલા હોવાની બાતમીના આધારે આર.એફ. ઓ .ને મળેલ બાતમીને પગલે રાઉન્ડ ફોરેસ્ટર સાથે ટીમે સ્થળ પર જઈ શોધખોળ કરતા એક એક લાકડું અલગ અલગ જગ્યા એ સંતાડેલું શોધી શોધી અંદાજે ૧૫ હજારના લાકડા વન વિભાગે જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.