થપાવી ગામે 19,420 કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
-આરોપી પોતે ગાંજાના નશાનો બંધાણીઃપોતાના ખેતરમાં જ ગાંજાનું વાવેતર કરતો હતો
દેડીયાપાડા તા.16 ઓક્ટાેબર 2019 બુધવાર
દેડીયાપાડા તાલુકાનાં થપાવી ગામે થી 19,420 કિલો જેટલા ગાંજા સાથે એક આધેડ ઝડપાયો હતો. આ વ્યક્તિ પોતે ગાંજાના નશાથી ટેવાયેલો પોતાના ખેતરમાં ગાંજાના છોડ નું વાવેતર છેલ્લા 20થી 25 વર્ષ થી કરતો હતો .
નર્મદા એસ ઓ જી પી એસ આઈ સાથે રાજપીપળા પી આઇને મળેલી બાતમીના આધારે જિલ્લાના દેડીયાપાડા તાલુકાનાં થપાવી (સામરપાડા) ગામે રેડ કરતાં ઉકડિયાભાઇ મિરાભાઈ વસાવા ના ઉપલા ફળિયાના ખેતરમાં વાવેતર કરેલા ગાંજાના નાના મોટા તાજા અને લીલા 81 છોડ મળી આવ્યા હતા.
સૃથળ પરથી મળેલા ગાંજા નું વજન 19,420 કિલોગ્રામ જેટલું છે.અને રૂ 58,260 જેટલી થવા પામે છ.ે જેના આધારે પોલસે ઉકડિયા વસાવા વિરૃધૃધ ગુન્હો નોધી ધરપકડ કરી છે.
પોલીસે ઉદેસિંગ વસાવાની વધુ પૂછપરછ કરતાં ઉકડિયા વસાવાએ જણાવ્યુ હતુ કે ,પોત છેલ્લા 20-15 વર્ષથી ગાંજાના નશાનો વ્યસની છે.પોતાના ઉપયોગ માટે ગાંજાનું વાવેતર કર્યું હતું. પોતાને ગાંજો ખુબ જ પસંદ હોવાથી અહી વિસ્તારમાં આવતા મોટા ભાગના સાધુ સંતો પણ ગાંજો પીને ભજન કીર્તન કરતાં હોય છે.
જેાૃથી કાયમ માટે પોતે ગાંજાની ખેતી કરતો હતો.પોલીસે ઉદેસિંગ વસાવાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. મહારાસ્ટ્રમાંથી મોટા પાયે ગાંજો લાવી તાલુકામાં તેનું વેચાણ કરાઇ રહ્યું છે.અગાઉ પણ તાલુકામાંથી ગાંજા ના છોડ તેમજ ગાંજો વેચતા કેટલાક ઝડપાયા હતા.જેમના હાલ કેટલાક જેલમાં છે અને કેટલાક જામીન પર છૂટીને આવ્યા છે.