રાજપીપળા પાસે તરોપા ગામે જુગાર રમતા 4 ઝડપાયા
રાજપીપળા તા.6 ડિસેમ્બર 2019 શુક્રવાર
રાજપીપળા નજીક તરોપા ગામમાં જુગાર રમતાં ચાર ખેલીને નર્મદા એલસીબી પોલીસે ઝડપી લીધા હતા.
રાજપીપળા એલ.સી.બી. એ બાતમીના આધારે રાજપીપળા નજીક તરોપા ગામે જુગાર રમતાં ખેલીઓ પર ત્રાટકી કુલસીંગ દલસુખ વસાવા (રહે. પામલેયા), વિશાલ પ્રકાશભાઇ અધ્યારૃ (રે. રાજપીપળા), ધર્મેન્દ્ર કિશોર માછી (રહે. રાજપીપળા) અને મીતેશ પશ્ચિમ રજવાડી (રહે. તરોપા) ને રંગે હાથ ઝડપી લઇ રૂ.11220 ના કુલ મુદ્દામાલ જપ્ત કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.