વ્યાજખોરોના ત્રાસથી પરિણીત યુવાનનો ઝેર પી આપઘાતઃ આરોપી ફરાર
-પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
રાજપીપળા તા.4 માર્ચ 2020 બુધવાર
રાજપીપળાના પરિણીત યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર પી આત્મહત્યા કરી હોવાનું અંતિમ પગલું ભર્યું છે.આ મામલે મૃતક યુવાનની પત્નીએ વ્યાજખોરો વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ ફરિયાદના પગલે વ્યાજખોરો ભુગર્ભમાં ઉતરી ગયા છે.
મૂળ તિલકવાડા તાલુકાના પહાડ ગામના રહેવાસી અને હાલ રાજપીપળા ખાતેના બાવાગોર ટેકરી પર રહેતા ફિરોઝ મુસ્તુફા રાઠોડ રાજપીપલાના જ સિંધી વાડમાં રહેતા અલ્તાફ દાદુ શેખ પાસેથી 1.50 લાખ, નવા ફળિયામાં રહેતા મહંમદ હનીફ ગુલામનબી શેખ પાસેથી 1.90 લાખ રૃપિયા, તરોપા ગામના પ્રકાશ વસાવા પાસેથી 2.25 લાખ રૃપિયા તથા રાજપીપળાના સિંધીવાડમાં રહેતા દાદુ શેખ પાસેથી 90 હજાર રૃપિયા માસિક 15-20% ઊંચા વ્યાજ દરે રૃપિયા લીધા હતા.આ તમામને એણે ત્રણ મહિનાનું વ્યાજ ૫.૨૫ લાખ રૃપિયા વ્યાજ પણ ચૂકવી દીધું હતું.પણ ફિરોઝ મુસ્તુફા રાઠોડ એક મહિનાનું વ્યાજ આપવાનું ચુકી જતા આ તમામ લોકોએ વ્યાજનું વ્યાજ ગણી ઉઘરાણી ચાલુ કરી હતી .માનસિક તાસ આપતા મૃતક આથક તંગીમાં આવી ગયો હતો.
આ તમામ વ્યજખોરોએ ફિરોઝ પાસે કડક ઉઘરાણી વ્યાજખોરો કરતા એણે અંતે ત્રાસથી કંટાળી ઝેર પી આત્મહત્યા કરી હતી.આ મામલે મરનાર ફિરોઝની પત્નીએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ ફ રીયાદ ના પગલે હાલ વ્યાજખોરો ફરાર થઈ ગયા છે.