Get The App

સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને કેવડીયા કોલોની ખાતે લારી- ગલ્લા હટાવાયા

-આદિવાસીઓની રોજગારી છીનવાઈઃસ્થાનિક લોકોમાં કામગીરીને લઈ ભારે રોષ

Updated: Dec 3rd, 2019

GS TEAM

Google News
Google News
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને કેવડીયા કોલોની ખાતે લારી- ગલ્લા હટાવાયા 1 - image

રાજપીપળા,તા.૩

નર્મદા ડેમ અને ત્યારબાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ પાછળ અનેક આદિવાસીઓએ બાપ-દાદાની જમીન  ગુમાવી છે. આજે પરિસ્થિતિ કેવડિયામાં  એવી થઈ છે કે રાજયના અન્ય જિલ્લાના લોકો આ સ્થળે રોજી રોટી મેળવે છે. સ્થાનિક લોકોની રોજીરોટી છીનવાતાં રોષની લાગણી વ્યાપી છે.

સ્ટેચ્યુ ઓફ યુનીટી ગોરા અને કેવડિયા ખાતેની જુની પી.આર.ઓ. કચેરીની સામે વર્ષોથી ચા-નાસ્તો અને રેકડી વડે રોજીરોટી કમાઈને બે ટંકની  રોજીરોટી કમાતા  આદિવાસીઓના વર્ષો જુના લારી ગલ્લા હટાવતાં સ્થાનિક લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

કેવડિયાના વહીવટદારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, એસ.એસ.એન. એલ.ના  કહેવાથી આ દબાણો હટાવાયા  છે તો બીજી બાજુ આજની ઘરઆંગણે બે રોજગાર બનેલા આદિવાસીઓ  સરકાર જાતિ સામે રોષ વ્યકત કરી રહ્યાં છે. વડાપ્રધાન અને  બાજુ સ્થાનિક લોકોને રોજગારી આપવાની મોટી વાતો કરે છે.

 જ્યારે જે લોકોએ આ  પ્રોજેકટો માટે પોતાની કિંમતી જમીન આપી છે. તે લોકો ઘર આંગણે રોજીરોટી મેળવવા વલકાં મારી રહ્યાં છે. સરકારની નિતી રીતીથી  આ વિસ્તારમાં રોષ જોવા મળી રહ્યો છે. 

Tags :