રાજપીપળામાં પતંગ દોરાથી બે મહિલા એક પુરૂષ ઇજાગ્રસ્ત
-ઇજાગ્રસ્ત યુવતીઓ બે સગી બહેન છે
રાજપીપળા તા.15 જાન્યુઆરી 2020 બુધવાર
નર્મદા જીલ્લાના વહીવટી તંત્રે ઉત્તરાયણ પર્વ નિમીત્તે ચીની દોરી, અને તુક્કલ ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડયું હોવા છતાં પતંગ શોખીનો તેની ઐસીકી તૈસી કરીને પોતાની મન માની કરી રહ્યા છે.
ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજપીપળા ખાતેની ચિત્રકુટ સોસાયટીમાં રહેતી બે સગી બહેનો અલકા તડવી અને ધુ્રવિકા તડવી બજારમાંથી પતંગો લઇને પોતાના ઘર તરફ જતી હતી તે સમયે બન્ને બેનોના ગળામાં દોરી ભેરવાતા તેમને ગળામાં ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે લઇ જવાઇ હતી.
રાજપીપળા નજીકના લાછરસ ગામનો રહીશ રાજપૂત ભગુભાઇ રાજપીપળા આવતો હતો ત્યાંરે કરાંઠા ગામ પાસે દોરી ગળામાં ભેરવાતાં લોહી લુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.