વાગડીયા ગામે પુલ નીચે બોટમાં કલર કામ કરતો વ્યક્તિ પડી જતા મોત
રાજપીપળા તા.16 જાન્યુઆરી 2020 ગુરૂવાર
કેવડિયા પાસે આવેલા વાગડીયા ગામના પુલ નર્મદા કિનારે હાલ બોટનું નિર્માણ કામ ચાલી રહ્યું છે .બોટમાં કલર કામ કરી રહેલા વિજયકુમાર રામધની બીંદ(30)રહે.બીટી તા.જી. અલ્હાબાદ(યુ.પી) કલર કામ કરતા બોટમાંથી પડી જતા માથામાં ગંભીર ઇજા થઇ હતી.
સારવાર અર્થે રાજપીપળા સિવિલમાં લેવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા કેવડિયા પોલિસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.