ચૈત્રી નવરાત્રિમાં કોરોના વાઈરસના કારણે ફૂલો ભરપુર હોવા છતાં કોઈ ખરીદતુ નથી
-કેળાના ખેડૂતોને માટેનો પાસ માળીઓને ફાળવવા માગ
રાજપીપળા તા.30 માર્ચ 2020 સાેમવાર
કોરોનો ના વાયરસ ના પગલે દેશ ભરમાં સરકારે ૨૧ દિવસનું લોક ડાઉન કાર્યો છે તારે નર્મદા જિલ્લામાં હાલ ફૂલોની ખેતી કરનાર ખેડુતો ને ભારે નુકસાન થઈ રહ્યું છે.
નર્મદા જિલ્લામાં ઝુંડા ગામના ખેડૂત રાજેશ તડવીએ ૨ એકરમાં ફૂલોની ખેતી કરી છે જેમાં ગુલાબ,ગલગોટા અને બીજલીના ફૂલોની ખેતી કરી છે રાજેશભાઈ રોજના 2000 થી વધુ રૃપિયાની આવક કરતા હતા .હાલ 21 દિવસ ના લોકડાઉન ને પગલે તમામ માર્કેટ બંધ થઈ ગયું ત્યારે રોજ નું રૂ 2000 નુકસાન રાજેશભાઈ જેવા ખેડૂતોને થઈ રહ્યું છે .રાજેશભાઈ રાજપીપલા,કેવડિયા અને ગરુડેશ્વરના બજારમાં પોતાના ખેતરના ફૂલો વેચવા જતા હતા.
છેલ્લા ૫ દિવસ થી લોકડાઉનને કારણે બધી જ દુકાનો બંધ છે .માલીઓની દુકાન બંધ છે ત્યારે રાજેશભાઇ ના ખેતરમાં જ ફૂલો પાકી જાય છે .રોજના 20 મણ ફૂલ ફેંકી દેવાનો વારો આવ્યો છે જ્યારે ખેતી કરી હતી ત્યારે રાજેશભાઈ એ વિચાર્યું હતું કે ચૈત્ર મહિનામાં નવરાત્રી દરમ્યાન રૂ.100 થી લઈ 200 સુધીનો ભાવ મળશે પણ કુદરતની કહેર સામે કોઈ નથી ટકી શક્યું ત્યારે કોરોના વાયરસ ની કહેર આવીને દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય અને હાલમાં અમારે ફૂલો ફેકવાનો વારો આવ્યો છે .
લોકડાઉન ને પગલે હાલ મજૂરો પણ કંઈ નથી આવતાને આમએવી પરિસ્થિતિ આવી છે કે મજૂરોની મજૂરી પણ ના નીકળે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે આ લોકડાઉનનો સમય વધે તો ઘરમાં ગુજરાન ચલાવવા નું પણ તકલીફ પડી શકે છે ત્યારે નર્મદા જિલ્લા માં કેળાના ખેડૂતો માટે જે વ્યવસ્થા કરી છે.તે પ્રમાણે અમારે માટે પણ વ્યવસ્થા કરે તેવી માંગ કરી રહ્યા છે.
રાજપીપલા પાસે માત્ર ફૂલોની જ ખેતી કરનાર મનિષ માલીએ પોતાના ખેતરમાં ગલબેરા, ગુલાબ. મોગરો,જુઈ જેવા ફૂલો નું 10 એકર માં વાવેતર કરીયું છે .હાલ લોક ડાઉનના કારણે ગુજરાતના બજારો બંધ છે ને હાલ કોરોનો વાયરસને પગલે મંદિરો પણ બંધ છે.
ચૈત્રી નવરાત્રીના મેળા પણ સરકારે રદ કરતા ફૂલ બજારમાં વેંચતા ના હોવથી ખેડુતો ફૂલોને તોડી ને ખેતરમાં માં ફેંકી રહ્યા છે .લોક ડાઉન પહેલા ગુબાલ રૂ 80 કિલો .પારસ રૂ.250 કિલો. ગેબી રૂ.30 કિલો થી વેચતી હતી .જો લોક ડાઉન ના હોત ને હાલ ચેત્રી નવરાતી ચાલુ છે તો ગુલાબ ના રૂ.200 કિલો ને ગેબી રૂ 40 ને પારસ રૂ.250 વેંચતા હોત પણ કમનસીબે ફૂલો ને ફેકવા પડી રેહયા છે