દેડિયાપાડા તા.28 મે 2020 ગુરૂવાર
મહારાષ્ટ્રમાંથી નિકળી ગુજરાતમાં નર્મદા જળાશયમાં ભળી જતી દેવ નદીનાં જળ પ્રવાહ હાલ સંદતર સુકાઈ જતાં બેઉ રાજયના સીમાવર્તી ગામોમાં જળસંકટ ઉભું થયું છે.
દેડિયાપાડાથી ૩૫ કિમી પૂર્વે ડુંગરાળ વિસ્તારમાં આવેલા ડુમખલ ગામ પાસેથી પસાર થતી દેવ નદી દેવરા ફળિયા, કણજી, વાંદરી, માથાસર થઈ મહારાષ્ટ્રમાં થઈ સરદાર સરોવરમાં દેવનદીનાં પાણી ભળી જતાં હાલ અટક્યાં ઔછે.
પંથકના લોકોને અને પશુ પ્રાણીઓને પીવા માટે પાણી ખેડૂતોની હાલત દયનીય બની છે. તેઓ ઉનાળુ પાકો લઈ શકે તેમ નથી. ઘાસચારો પણ ઉગાડી શકાય તેમ નથી.ખેડૂતો ઉનાળામાં મકાઈ, મગ, મગફળી, શાકભાજી વગેરે પાક લઈ નહી શકતા ભારે નુકસાનીમાં ઉતરી ગયા છે.


