ઘેરૈયાના ઢોલ ફાડી નાખવા બાબતે ઠપકો આપતા ચાકુથી હુમલો કરતા યુવકનું મોત
-ફરાર આરોપી ઝડપાયોઃહોળીના તહેવારમાં ઘેરૈયા બની નાચગાન કરતાં હતા
સાગબારા તા.11 માર્ચ 2020 બુધવાર
સાગબારા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે, જેના કારણે હોળીના તહેવારમાં ઢોલ ફાડી નાખવા જેવી સામાન્ય બાબતે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
સાગબારા તાલુકામાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ તંત્રનું હોય છે .એક ઢોલ ફાડી નાખવા જેવી સામાન્ય બાબતે તાલુકાના એક સિમઅઆમલી ગામ માંએક વ્યક્તિને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સાગબારા તાલુકાનાં સિમઆમલી ગામે હોળીના તહેવારની રાત્રે ઘેરૈયા બની નાચગાન કરતાં લોકો ઢોલ વગાડી નાચગાન કરતાં હતા. સિમઆમલી નવિ વસાહત (નર્મદા વિસ્થાપિત ) નો રહેવાસી ભીખા વસાવા (ઉ વર્ષ ૪૦ ) એ ત્રણ ઢોલ ચપ્પુ મારી ફાડી નાખતા સિમઆમલી નવિ વસાહત (નર્મદા વિસ્થાપિત ) નો રહેવાસી વાગડિયા જેરમા વસાવાએ ઢોલ કેમ ફાડી નાખે છે ,તે બાબતે ઠપકો આપતા ભીખા મોતિયા વસાવા એ તેના હાથમાં રહેલા ચપ્પુ થી વાગડિયા જેરમા વસાવાના ગળાના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કરતાં ઘટના સ્થળે જ મોત નિપજાવી નાસી છૂટયો હતો. વાગડિયા જેરમા વસાવા ત્યાજ લોહી લુહાણ હાલત માં ઢળી પડયો હતો.
ઘટનાની જાણ નર્મદા જિલ્લા પોલીસ વડાને થતાં આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા સૂચન કરતાં સાગબારા પોલીસ હરકતમાં આવી હતી.ફરાર આરોપી ભીખા મોતિયા વસાવાને પકડવા કાર્યવાહી હાથ ધર્યા બાદ આજરોજ આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી જેલ ભેગો કરેલ છે.