સૈડી વાસણ ગામે પ્રોહિબીશનના આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ
-મણકા ગામે ઝડપાયેલા આરોપીને લોકઅપમાં રખાયો હતો, કવાંટ પોલીસ સ્ટેશન સેનેટાઈઝ કરાયુ
કવાંટ તા.9 જુલાઇ 2020 ગુરૂવાર
કવાંટ તાલુકાના વાલસિંગ ભાઈ તેરસિંગ ભાઈ રાઠવા ઉ.વ 32, રહેથ જાંબણ ફળિયા, સૈડી વાસણ કવાંટ પોલીસ દ્વારા તા.6/7/20 ના રોજ દારૂના હેરાફેરીમાં માણકા ગામેથી અટકાયત કરી હતી .
તેને છેલ્લા બે દિવસથી કવાંટ પોલીસ સ્ટેશનમાં રાખ્યો હતો. કવાંટ પી.એસ.આઈના જણાવ્યા મુજબ તેનો કોરોના રિપોર્ટ છોટાઉદેપુર ખાતે કરાવતા પોઝિટિવ આવતા વાલસિંગ ભાઈ તેરસિંગ ભાઈ રાઠવાને ગતરોજ બપોરના 108 એમ્બ્યુલન્સ દ્વારા છોટાઉદેપુર ખાતે લઈ જવામાં આવ્યા છે. કવાંટ બ્લોક ઓફિસરના જણાવ્યા મુજબ વાલસિંગભાઈને છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.
આ સંધર્ભ આરોગ્ય વિભાગ દ્વારા કવાંટમાં કોરાના માટેનું ટેસ્ટિંગ કરે તેવી ચર્ચાઓ એ જોર પકડયું છે. વાલસિંગ ભાઈ તેરસિંગ ભાઈ રાઠવાને પ્રોહીબીસન નો આરોપી હોય તેને કવાંટ પોલીસ સ્ટેશનના લોક અપ રાખવામાં આવેલ અને તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજ રોજ આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કવાંટ પોલીસ સ્ટેશનને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે.