રાજપીપળા તા.16 માર્ચ 2020 સાેમવાર
કોરોના વાઈરસે દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. રાજ્ય સરકારે લોકટોળાં ભેગા થાય તેવા જાહેર સ્થળે મોલ, શાળા, કોલેજ વિગેરે બંધ રાખવા નિર્ણય કર્યો છે. તેને લઈને રાજપીપળા ખાતે કાલિકા માતાજીના મંદિરે રજવાડા સમયથી ભરાતો પરંપરાગત લોકમેળો નહી ભરવા નિર્ણય કરાયો છે.
રાજપીપળા શહેર દેવસ્થાન કમીટીએ તેઓના હસ્તકના કાલિકા મંદિરે ચૈત્રી નવરાત્રે 10 દિવસ સુધી લોકમેળો ભરવવાનું હાલ કોરોના વાઈરસની અસરના પગલે આ વર્ષે મોકૂફ રાખ્યું છે. કમિટીએ મેળા નહીં ભરવા અંગે આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. અને આ નિર્ણય વ્યાપક જનહિતમાં કરાયો હોવાનું કમીટીના હોદ્દેદારોએ જણાવે છે.


