નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમિત વધુ એક કેસ મળી આવ્યો
રાજપીપળા તા.1 જુલાઇ 2020 બુધવાર
નર્મદા જિલ્લામાં તા. 1 જુલાઇના રોજ સાંજે 5 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ સુરત સિવીલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના રિફર કરાયેલાં બે દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં 7 દરદીઓ સહિત કુલ-૯ દરદીઓને આજે રજા આપી છે.
નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલા વધુ 1 પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી કોરોનાના દરદીઓની સંખ્યા કુલ-90 થવા પામી છે.જિલ્લામાં આજદિન સુધી સાજા થયેલા કુલ-૫૩ દરદીઓને રજા અપાતા આજની સ્થતિએ રાજપીપલાની કોવીડ-19 હોસ્પિટલ ખાતે કુલ-37 દરદીઓ સારવાર હેઠળ છે.તેમજ કોરોના વાયરસ કોવીડ-19 થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ ૨૯ સેમ્પલ પૈકી 28 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટીવ આવેલ છે. 1 સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો છે.જેમાં રાજપીપલા શહેરી વિસ્તારના રાધાસ્વામી કંમ્પાઉન્ડની રહીશ 8 વષય એક બાળકીનો સમાવેશ થાય છે આ બાળકીને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાઇ છે. આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-37 દરદીઓ સારવાર હેઠળ છે.આજે 29 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.