કેવડિયાની ગોરા રેન્જ વિસ્તારમાંથી ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો
રાજપીપલા તા.1 જાન્યુઆરી 2020 બુધવાર
નર્મદા જિલ્લામાં અવાર નવાર જંગલ વિસ્તારમાંથી બે નંબરી લાકડા જંગલોમાંથી કાપીને તસ્કરો તસ્કરી કરી રહ્યા છે. બીજી બાજુ નર્મદા વન વિભાગના વન અધિકારીઓ વનચોરો ને ઝડપી પાડયા હતા.
કેવડિયાની ગોરા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ગઈ કાલે મોડી રાત્રે આર એફ ઓ ના માર્ગ દર્શન હેઠળ રેન્જ ના ફોરેસ્ટર ટીમે વોચ ગોઠવી ને ખેર ના લાકડાને સાગી લાકડા મળી રૂ 2.60.લાખના મુદ્ધમાલ સાથે ઝડપી પડયા છે ખેરના લાકડા માંથી ચુનો બનતો હોવાથી આ લાકડા ચોરીમાં પરપ્રાંતની ટોળકીનો હાથ હોવાનું પ્રાથમિક તાપસમાં બહાર આવ્યું છે.