સાગબારાના સેલંબાનો પથારીવશ 60 વર્ષના પૌઢ પણ કોરોના પોઝિટિવ દર્દી
સેલંબા, તા.16 એપ્રિલ 2020 ગુરૂવાર
સેલમ્બાના કૂઈદા વિસ્તારના જમાદાર ફળિયા ખાતે રહેતા એહમદ અબ્બાસ મલેક ( ઉ. વર્ષ 60 ) છેલ્લા 10 વર્ષથી બીમાર હોવાથી પથારીવશ છે. તેમના પરિવારમાં પત્ની, બે દીકરા અને પૌત્ર સહિત 6 સભ્યો છે. તે લાંબા સમયથી બીમાર હોવાથી તેની કોઈ ટ્રાવેલ કે કોન્ટેક હિસ્ટ્રી હોય તેવું માલુમ પડયું નથી. આરોગ્ય વિભાગના જણાવ્યુ મુજબ થોડા દિવસથી તેને શરદી, ખાંસી અને ગળાના દુઃખાવાની ફરિયાદ ઉઠતાં તેનો તા.15 મીએ રિપોર્ટ કઢાવતાં કોરોના પોઝિટિવ આવતાં તેને રાજપીપળાની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં તા. 15 ના બે કેસ સહિત કોરોના પોઝિટિવના 9 કેસ થવા પામ્યા છે.