કેવડિયા કોલોનીના એસ આર પી કેમ્પ વિસ્તારમાં 6 કોરોના કેસ પોઝિટિવ
-નર્મદા જિલ્લામાં કોરોનાથી એક પણ મોત થયું નથી
રાજપીપળા તા.26 જુન 2020 શુક્રવાર
નર્મદા જિલ્લાના કેવડિયા એસઆરપી કેમ્પ વિસ્તારમાં વધુ 6 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ 85 કોરોનાના કેસ નોંધાયા છે. જમાંથી ૩૩ દર્દીઓને રજા અપાઈ છે.નર્મદા જિલ્લામાં કારોનાથી કોઇ મોત નોંધાયું નથી.
ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ 41 સેમ્પલ પૈકી ૩૫ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટીવ આવેલા છે. જ્યારે ૬ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે.જેમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના SRP કેમ્પ ના રહીશ 40 વર્ષ એક મહિલા, 35વર્ષએક મહિલા અને એક પુરૃષ, 26 વર્ષ એક પુરૃષ, 23 વર્ષ એક મહિલા અને 18 વર્ષ એક યુવાનનો સમાવેશ થાય છે.
આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસના કુલ-52 દરદીઓ સારવાર હેઠળ છે. આજે 32 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલ્યાં છે.